અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા મુદ્દે સીડીએસ જનરલ બિપિન રાવતે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું તેમણે? 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

તાલિબાન અને અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને પ્રથમ વખત ભારત તરફથી મોટું નિવેદન બહાર આવ્યું છે.

ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના વડા, જનરલ બિપીન રાવતે સ્પષ્ટ શબ્દોમાં તાલિબાનને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે ભારત આતંકવાદની જેમ જ પરિસ્થિતિ જેવી સર્જાશે તેનો મુકાબલો કરવા માટે તૈયાર છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા કબજે કરશે એ નક્કી લાગતું તો હતું, પણ થોડા દિવસથી ત્યાં જે કંઈ બની રહ્યું છે એનાથી નવાઈ પણ લાગી છે. ટૂંકમાં તાલિબાનમાં કોઈ ફરક નથી પડ્યો. ૨૦ વર્ષ પહેલાં હતું એવું જ તાલિબાન અત્યારે છે. જોકે ભારત એશિયામાં આતંકવાદ-મુક્ત માહોલ માટે પ્રતિબદ્ધ છે.’

ઉલ્લેખનીય છે કે જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે, કાશ્મીર અંગે પાકિસ્તાન તરફથી બિન-મૌખિક નિવેદનો આવવા લાગ્યા છે. 

જોકે, તાલિબાને સ્પષ્ટ કરી દીધું છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ અન્ય કોઇ દેશ સામે નહીં થાય. દરમિયાન તેમના ભાષણમાં એડમિલ એક્વિનોલોએ કહ્યું કે અમેરિકા મિત્રોનું મિત્ર છે પણ દુશ્મનાવટ બહુ મોંઘી છે.

રાજસ્થાનનાં બાડમેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ થયું ક્રેશ, કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ; જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More