Site icon

Antonio Costa: યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ PM મોદીએ સાથે ફોન પર વાત કરી

Antonio Costa: પ્રધાનમંત્રીએ પ્રમુખ કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

Antonio Costa European Council President Antonio Costa spoke to PM Modi over the phone.

Antonio Costa European Council President Antonio Costa spoke to PM Modi over the phone.

News Continuous Bureau | Mumbai

  • બંને નેતાઓ ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા સંમત
  • પરસ્પર ફાયદાકારક ભારત- EU FTAના વહેલા નિષ્કર્ષની જરૂરિયાતને રેખાંકિત કરી

Antonio Costa: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રી એન્ટોનિયો કોસ્ટાનો ટેલિફોન કોલ આવ્યો હતો.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ પ્રમુખ કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

છેલ્લા એક દાયકામાં ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની નોંધ લેતા, બંને નેતાઓ વેપાર, ટેક્નોલોજી, રોકાણ, ગ્રીન એનર્જી અને ડિજિટલ સ્પેસના ક્ષેત્રો સહિત સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.

આ સમાચાર પણ વાંચો :Bhupendra Patel: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય

તેઓએ પરસ્પર લાભદાયી ભારત- EU FTAના વહેલા નિષ્કર્ષની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નેતાઓ પરસ્પર અનુકૂળ સમયે ભારતમાં યોજાનારી આગામી ભારત-EU સમિટની રાહ જોઈ રહ્યા છે.

તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version