Site icon

Wrestlers Protest: ‘સરકાર કોઈને બચાવી રહી નથી…’ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોના ધરણા મુદ્દે તોડ્યું મૌન

Wrestlers Protest: કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે રમતગમત અને ખેલાડીઓને આગળ લઈ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને કરતા રહીશું.

Anurag Thakur Breaks Silence On Wrestlers' Protest,

Wrestlers Protest: 'સરકાર કોઈને બચાવી રહી નથી...' રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોના ધરણા મુદ્દે તોડ્યું મૌન

 News Continuous Bureau | Mumbai

ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ સામે કુસ્તીબાજોનો વિરોધ ચાલુ છે. છેલ્લા દોઢ મહિનાથી કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર બેઠા છે અને સરકાર પાસે કાર્યવાહીની સતત માંગ કરી રહ્યા છે. હવે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો માટે ન્યાય ઈચ્છે છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે રમતગમત અને ખેલાડીઓને આગળ લઈ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ અને કરતા રહીશું.

સરકાર કોઈને બચાવી રહી નથી

કેન્દ્રીય મંત્રી ઠાકુરે કુસ્તીબાજો સાથેની તેમની મીટિંગનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ સિંહ સામે જાતીય આરોપો અંગેની 7 વર્ષ જૂની ફરિયાદ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન બ્રિજભૂષણ સિંહની ધરપકડ અંગે ઠાકુરે કહ્યું, “અમે કોઈને બચાવી રહ્યા નથી અને ન તો કોઈને બચાવવા માગીએ છીએ. ભારત સરકાર આ મામલે નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે, જેનાથી અમે ક્યારેય પાછળ હટીશું નહીં.”

આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો… અધધ 1700 કરોડનો બ્રિજ એક ચોમાસુ ન ખમી શક્યો! બિહાર ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ થયો ધરાશાયી.. જુઓ વિડીયો

સમિતિએ નિષ્પક્ષ તપાસ કરી હતી

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તેણે પોતાના તમામ પ્રવાસ છોડીને કુસ્તીબાજો સાથે વાત કરી અને આ વાતચીત સતત બે દિવસ સુધી ચાલી. આ દરમિયાન ખેલાડીઓએ તેમને 7 વર્ષ જૂની ફરિયાદ પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે કુસ્તીબાજો સાથે વાત કર્યા બાદ જ કમિટીની રચના કરી છે. કમિટીએ આ મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે દેશ માટે અનેક મેડલ જીતનારી મહિલા રેસલર્સે બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડન સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જે બાદ દિલ્હી પોલીસે બીજેપી સાંસદ સિંહ વિરુદ્ધ FIR નોંધી છે. જોકે, હવે રેસલર બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ પર અડગ છે. તાજેતરમાં કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં વિસર્જિત કરી દેવાની ધમકી પણ આપી હતી.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version