Site icon News Continuous Bureau | Mumbai

આધાર કાર્ડનો ગેરઉપયોગ કરશો તો કરોડોમાં દંડ ભરવો પડશે; કેન્દ્ર સરકારનો નવો કાયદો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

કેન્દ્ર સરકારે આધાર કાર્ડને લઈને નવો કાયદો બનાવ્યો છે. હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. કાયદો પસાર થયાના લગભગ બે વર્ષ પછી, 2 નવેમ્બર 2021ના રોજ આ નિયમ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયો છે.

 

આધાર કાર્ડના દુરુપયોગના ઘણા કેસ સામે આવે છે. અન્ય વ્યક્તિ કોઈના આધાર કાર્ડનો ગેરકાયદે ઉપયોગ કરે છતાં અત્યાર સુધી UIDAIને આ અંગે કોઈ પગલાં લેવાની સત્તા આપવામાં આવી ન હતી.

 

આ નવા નિયમ હેઠળ, UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અધિકારીઓની નિમણૂક કરી શકશે.

સાથે જ ગુનેગારોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. 

 

વર્ષ 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, "ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે." ત્યારબાદ નાગરિક દંડની જોગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું.

 

જો UIDAIના નિયમોનું ઉલ્લંઘન થાય તો નવા નિયમ હેઠળ ફરિયાદ નોંધાવી શકાય છે. નિયુક્ત અધિકારીઓ આ કેસની સુનાવણી કરશે અને ઉલ્લંઘન કરનારાઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. UIDAI તેના કોઈપણ અધિકારીઓને પ્રેઝન્ટિંગ ઓફિસર તરીકે નોમિનેટ કરી શકે છે. તે અધિકારી ઓથોરિટી વતી આ બાબતને નિર્ણાયક અધિકારી સમક્ષ રજૂ કરશે.

 

વર્તમાનમાં સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને સિમ કાર્ડ, પાન કાર્ડ, ઈન્કમ ટેક્સ રિટર્ન વગેરે સુધી દરેક જગ્યાએ આધાર ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આધાર કાર્ડનો ઘણી વખત દુરુપયોગ થાય છે.

 

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version