Site icon

નવી ગિલ્લી નવો દાવ, નવી કૅબિનેટનો નવો નિર્ણય : ખેડૂતોને શાંત કરવા સરકારનો નવો પેંતરો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 જુલાઈ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ હજી પણ દેશભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે  કૅબિનેટના વિસ્તરણ બાદ નવી કૅબિનેટની થયેલી બેઠકમાં ખેડૂતોને શાંત કરવા અનેક મહત્ત્વના નિર્ણય લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખેડૂતોને APMC  (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) ફંડ દ્વારા એક લાખ કરોડ રૂપિયા સુધીની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આગામી સમયમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સહિત અનેક જગ્યાએ ચૂંટણી આવી રહી છે. ગયા વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ આગામી ચૂંટણીમાં સરકારને ભારે પડી શકે છે. એથી આંદોલન કરનારા ખેડૂતોને શાંત કરવા કૅબિનેટના વિસ્તરણ બાદ તેમના માટે રાહત જાહેર કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કેન્દ્રીય સૂચના પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ APMCને મજબૂત કરવા માટે ગયા વર્ષે 15 મેના ઍગ્રિકલ્ચર ફંડની રચના કરવામાં આવી હતી. આ ફંડમાં નાણકીય યોગદાનની રીતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. APMC માર્કેટને મજબૂત કરવાની સાથે જ કૃષિ બજારોને વધું સંસાધન આપવામાં આવશે.  આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે. ઍગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટક્ચર ફંડનો ઉપયોગ પણ APMC  કરી શકશે એવો દાવો તેમણે કર્યો હતો.

લોકડાઉનના પ્રતિબંધમાં છૂટછાટ આપવી ભારે પડી, દેશમાં ફરી સાજા થનાર દર્દી કરતા નવા કેસોની સંખ્યા વધારે ; જાણો આજના તાજા આંકડા

આ દરમિયાન કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે નાળિયેર સેક્ટરમાં સુધારો કરવામાં આવશે. વિશ્વભરમાં નાળિયેરના કારોબારને વધારવા પર ભાર આપવામાં આવશે. નાળિયેરના કારોબારને સધ્ધર કરવા નાળિયેર બોર્ડ માટે CEOની નિમણૂક પણ કરવામાં આવવાની છે.

Sonamarg Avalanche: કાશ્મીરમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: સોનમર્ગમાં ભયાનક હિમસ્ખલન, સેકન્ડોમાં હોટેલો અને રસ્તાઓ બરફ નીચે દબાયા; જુઓ વીડિયો
Ajit Pawar passes away: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન; બારામતીમાં લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના.
India-EU Trade Deal Final: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પૂર્ણ, લક્ઝરી કાર, દવા અને વાઈનના ભાવમાં થશે ધરખમ ઘટાડો.
Patna Girls Hostel Case: FSL રિપોર્ટમાં વિદ્યાર્થિની સાથે અમાનવીય કૃત્યની પુષ્ટિ, પોલીસ દ્વારા ૬ શંકાસ્પદોના DNA સેમ્પલ લેવાયા; તપાસ તેજ
Exit mobile version