News Continuous Bureau | Mumbai
Apple iPhone Alert: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ વધતો જાય છે. હાલમાં વિપક્ષના ( opposition ) કેટલા નેતાઓ દ્વારા સરકાર પર એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના કેટલાક નેતાઓમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા ( Mahua Moitra ) , શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી ( Priyanka Chaturvedi ) અને કોંગ્રેસ નેતા શશી થરૂર ( Shashi Tharoor ) અને પવન ખેડા સહિતના કેટલાક નેતાઓએ ફોન પર મેસેજ અને ઈમેલ પર APPLE દ્વારા મળેલા એક એલર્ટને ( Alert ) શેર કર્યું. આ એલર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક ( Hack ) કરવાની કોશિશ કરી રહી છે.
Apple द्वारा माननीय श्री @yadavakhilesh जी को चेतावनी मिली है कि उनके फोन पर ‘State Sponsored Attack’ हुआ है।
विपक्षी नेताओं की निजता पर यह हमला गैरकानूनी है, माननीय सर्वोच्च न्यायालय को इसका संज्ञान लेकर तत्काल दोषियों पर कार्यवाही करनी होगी।
निजता हमारा मौलिक अधिकार है।
— I.P. Singh (@IPSinghSp) October 31, 2023
ટેક્નોલોજી કંપની Appleએ ઘણાં ભારતીય વિપક્ષી નેતાઓને એક ચેતવણીનો સંદેશ મોકલ્યો છે. જેમાં ચેતવણી આપી છે કે તેમના આઇફોનને સ્ટેટ સ્પોન્સર્ડ એટેક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે Apple માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા તમારા Apple ID સાથે સંકળાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે વિપક્ષી નેતાઓએ પણ માહિતી આપી છે.
Apologies to the 495 who had RTd the original post. So many of you had urged me to redact sensitive information that I have belatedly done so. https://t.co/3di8mqAxa4
— Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023
આપને જણાવી દઈએ કે, રાજ નેતા ઉપરાંત એપલ દ્વારા કેટલાક પત્રકારોને પણ એલર્ટ મેસેજ પણ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. Apple દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-Mના નેતા તેમજ આપ નેચા રાઘવ ચડ્ડા પણ સામેલ છે. આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ એલર્ટ મેસેજ મળ્યો છે.
So not just me but also @MahuaMoitra has received this warning from Apple. Will @HMOIndia investigate? https://t.co/aS01YQpRpB
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 31, 2023
આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મનોજ જરાંગેના આંદોલનનો મહાભૂકંપ, રાજીનામું સત્ર શરૂ..જાણો કોણે-કોણે આપ્યા રાજીનામા.. વાંચો વિગતે અહીં…
Dear Modi Sarkar, why are you doing this? pic.twitter.com/3hWmAx00ql
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) October 31, 2023
શુ છે એલર્ટ મેસેજમાં
અલર્ટ મેસેજમાં ચેતવણી આપવામાં આવી છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકખોરો તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. હુમલાખોરો તમારા Apple ID દ્વારા રિમોટલી તમારા iPhone ઍક્સેસ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ હુમલાખોરો તમને અંગત રીતે નિશાન બનાવી રહ્યા છે. જો તમારા ડિવાઈસ સાથે હુમલાખોરો દ્વારા ચેડા કરવામાં આવ્યા છે, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, કેમેરા અને માઇક્રોફોનને પણ દૂરથી ઍક્સેસ કરી શકે છે. આ ચેતવણીને ગંભીરતાથી લેશો.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરી રહ્યા છો?’ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમને એપલ તરફથી હમણાં જ ચેતવણી મળી છે કે સરકાર તેમના આઇફોન અને મેઇલ આઇડીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે કહ્યું કે અખિલેશ યાદવને પણ એપલ દ્વારા ચેતવણીનો સંદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓની ગોપનીયતા પર આ હુમલો ગેરકાયદેસર છે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, એપલ થ્રેટ નોટિફિકેશન દ્વારા મને ખબર પડી કે મારા ફોનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે શાયરાના અંદાજમાં આકારા પ્રહાર કર્યા હતાં.