Site icon

Apple iPhone Alert: Apple તરફથી આવ્યું એલર્ટ, ‘ફોન હેક કરી રહી છે સરકાર, વિપક્ષના નેતાઓનો ચોંકાવનારો દાવો.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

Apple iPhone Alert: ભારતના વિરોધ પક્ષોના ઘણા ટોપના નેતાઓને Apple તરફથી નોટિફિકેશનો મળી છે. જેમાં લખ્યું છે કે 'Apple માને છે કે તમને State Sponsored Attack દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેઓ તમારા એપલ આઈડી સાથે જોડાયેલા આઈફોનને જોખમમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Apple iPhone Alert Alert came from Apple, 'Government is hacking phones, shocking claim of opposition leaders..

Apple iPhone Alert Alert came from Apple, 'Government is hacking phones, shocking claim of opposition leaders..

News Continuous Bureau | Mumbai

Apple iPhone Alert: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ વધતો જાય છે. હાલમાં વિપક્ષના ( opposition ) કેટલા નેતાઓ દ્વારા સરકાર પર એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના કેટલાક નેતાઓમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા ( Mahua Moitra ) , શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી ( Priyanka Chaturvedi ) અને કોંગ્રેસ નેતા શશી થરૂર ( Shashi Tharoor )  અને પવન ખેડા સહિતના કેટલાક નેતાઓએ ફોન પર મેસેજ અને ઈમેલ પર APPLE દ્વારા મળેલા એક એલર્ટને ( Alert ) શેર કર્યું. આ એલર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક ( Hack ) કરવાની કોશિશ કરી રહી છે.

Join Our WhatsApp Community

ટેક્નોલોજી કંપની Appleએ ઘણાં ભારતીય વિપક્ષી નેતાઓને એક ચેતવણીનો સંદેશ મોકલ્યો છે. જેમાં ચેતવણી આપી છે કે તેમના આઇફોનને સ્ટેટ સ્પોન્સર્ડ એટેક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે Apple માને છે કે સ્ટે સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા તમારા Apple ID સાથે સંકળાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે વિપક્ષી નેતાઓએ પણ માહિતી આપી છે.

આપને જણાવી દઈએ કે, રાજ નેતા ઉપરાંત એપલ દ્વારા કેટલાક પત્રકારોને પણ એલર્ટ મેસેજ પણ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. Apple દ્વારા જે નેતાઓને એલર્ટ મોકલવામાં આવ્યા છે જેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય પવન ખેડા, શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-Mના નેતા તેમજ આપ નેચા રાઘવ ચડ્ડા પણ સામેલ છે. આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ એલર્ટ મેસેજ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation: મનોજ જરાંગેના આંદોલનનો મહાભૂકંપ, રાજીનામું સત્ર શરૂ..જાણો કોણે-કોણે આપ્યા રાજીનામા.. વાંચો વિગતે અહીં…

 શુ છે એલર્ટ મેસેજમાં

અલર્ટ મેસેજમાં ચેતવણી આપવામાં આવી છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકખોરો તમારા આઇફોનને નિશાન બનાવી રહ્યા છે. હુમલાખોરો તમારા Apple ID દ્વારા રિમોટલી તમારા iPhone ઍક્સેસ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ હુમલાખોરો તમને અંગત રીતે નિશાન બનાવી રહ્યા છે. જો તમારા ડિવાઈસ સાથે હુમલાખોરો દ્વારા ચેડા કરવામાં આવ્યા છે, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, કેમેરા અને માઇક્રોફોનને પણ દૂરથી ઍક્સેસ કરી શકે છે. આ ચેતવણીને ગંભીરતાથી લેશો.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, પ્રિય મોદી સરકાર, તમે આવું કેમ કરી રહ્યા છો?’ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમને એપલ તરફથી હમણાં જ ચેતવણી મળી છે કે સરકાર તેમના આઇફોન અને મેઇલ આઇડીને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે કહ્યું કે અખિલેશ યાદવને પણ એપલ દ્વારા ચેતવણીનો સંદેશ મળ્યો છે. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓની ગોપનીયતા પર આ હુમલો ગેરકાયદેસર છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, એપલ થ્રેટ નોટિફિકેશન દ્વારા મને ખબર પડી કે મારા ફોનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે શાયરાના અંદાજમાં આકારા પ્રહાર કર્યા હતાં.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version