News Continuous Bureau | Mumbai
Surat સુરતઃસોમવારઃ- ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈથી વધારીને તા.૩૧ઓગષ્ટ-૨૦૨૩ કરવામાં આવી છે. અરજી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર કરી શકશે. આ પુરસ્કાર બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યવારણ, કળા અને સંસ્કૃતિ તેમજ આવિષ્કારના ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરની સિધ્ધિ બદલ આપવામાં આવે છે. કોઈ બાળ જે ભારતીય નાગરિક છે અને ભારતમાં વસે છે. તેમની ઉમર ૧૮ વર્ષથી વધુ નથી તેઓ આ પુરસ્કાર માટે અરજી કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Chhatrapati Sambhajinagar: ભરી સભામાં અંબાદાસ દાનવે-સંદીપન ભુમરે વચ્ચે થઈ ઉગ્ર દલીલ, જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો.. જુઓ વિડીયો