Site icon

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે લદાખ પહોંચ્યા સેના પ્રમુખ, સૈન્યની તૈયારીઓની કરશે સમીક્ષા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 સપ્ટેમ્બર 2020

ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે તણાવ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે ત્યારે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે આજે(ગુરુવારે) અચાનક બે દિવસીય લેહ પ્રવાસ પર પહોંચ્યા છે.. જ્યાં તેમણે દક્ષિણ પૈંગોંગ અને અન્ય સ્થળોની મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓ તેમની 2 દિવસની લદાખ મુલાકાત દરમ્યાન સેના પ્રમુખ સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે લદ્દાખના પેંગોંગ ઝીલ પાસે ચીની સૈનિકોએ ઘૂસણખોરીની નાપાક હરકત કરી હતી, તેને ભારતીય જવાનોએ નિષ્ફળ કરી દીધી હતી. એટલું જ નહીં, ભારતીય જવાને આ પ્રદેશની કેટલીક ઊંચાઈના શિખરો પર પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર ટોચના કમાન્ડરો આર્મી ચીફને પૂર્વ લદ્દાખની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપશે. બે દિવસીય મુલાકાત દરમિયાન જનરલ નરવાણ અનેક સૈન્ય અધિકારીઓ સાથે વ્યૂહાત્મક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી શકે છે. આપને જણાવી દઈએ કે ચીન અને ભારત વચ્ચે લશ્કરી વાટાઘાટોના અનેક રાઉન્ડ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.  

એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્મી ચીફ નરવણે દક્ષિણ પેંગોંગ વિસ્તારમાં ચીનની હરકતની માહિતી લેશે અને ચીની જવાનોને પાછળ ખદેડનાર ભારતના વીર જવાનોની મુલાકાત પણ કરશે. લેહમાં ભારતીય સેના અને વાયુસેના સંપૂર્ણપણે એલર્ટ છે. વાયુસેનાના લડાકુ વિમાન સતત સરહદ પર નજર રાખી રહ્યા છે.

ચીન સાથેના તાજા વિવાદના પગલે સેના પ્રમુખે મ્યાનમારની મુલાકાત સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ તેઓ આજે લેહ પહોંચી ગયા છે.આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે  નરવણે  એલએસી અંગે લશ્કરી કમાન્ડરો સાથે વાતચીત કરશે.  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8 

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version