ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
આર્મીના જવાનો મીડિયા એપ્સ પર મુકાયેલા બૅન વિરુદ્ધ કોર્ટમાં ગયાં છે. સેના દ્વારા સોશિયલ મીડિયાની 89 એપને બેન કરવામાં આવી હતી. તેમજ તમામ ઓફિસરો અને કર્મચારીઓને પણ પોતાના મોબાઇલમાંથી આ એપ દૂર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે આર્મીની પ્રતિબંધિત સોશિયલ મીડિયા એપ્લિકેશનોની અપડેટ કરેલી સૂચિમાં ટિકટોક, વીચેટ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે, આ પ્રતિબંધ સામે સેનાના અધિકારીઓ કોર્ટમાં ગયાં છે કે આ એક "ગેરબંધારણીય" છે, તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક છે.
હકીકતમાં જે 89 એપ પર બેન મુંકવામાં આવ્યો છે જેમાંની ઘણી ચાઇના દ્વારા વિકસિત હતી, અને ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ આ એપ દ્વારા સેનાના અને લોકોના ડેટા ચોરી થતાં હોવાની સંભાવના વ્યક્ત કરાયાં બાદ સેના દ્વારા તમામ કર્મચારીઓને આ વર્ષે 1 જૂન સુધીમાં તેમના ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરવા નિર્દેશ આપવામાં આવ્યાં હતાં.
આથી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં લેફ્ટનન્ટ કર્નલએ સેના અને સરકારની આ નવી નીતિને "મનસ્વી રીતે કરવામાં આવેલી કાર્યવાહી" હોવાના આધારે બૅન પાછા ખેંચવાની માંગ કરી હતી. હવે કોર્ટમાં આ મામલો મંગળવારે સુનાવણી માટે આવે તેવી સંભાવના છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com