ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
આજે ફરી એકવાર સેનામાં મહિલા અધિકારીઓની વધુ એક જીત થઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર 11 મહિલા અધિકારીઓને દસ દિવસમાં કાયમી કમિશન આપશે.
સાથે જ જેઓ લાયકાત ધરાવતા અધિકારીઓ છે અને કોર્ટમાં આવ્યા નથી, તેઓને પણ ત્રણ અઠવાડિયામાં પીસી મળી જશે.
સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળવું જોઈએ.
જો કે કેટલીક મહિલાઓને મેડિકલ કે અન્ય કોઈ કારણસર કાયમી કમિશન આપવામાં આવ્યું નથી. આવી 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી છે.
પંગા કવિન કંગનાની મુશ્કેલીઓ વધી; આઝાદી ભીખમાં મળી છે તેવા નિવેદન પર ભડક્યા નવાબ મલિક, કરી આ માંગણી
