Site icon News Continuous Bureau | Mumbai

કમાલ છે!! કોંગ્રેસના દિવંગત સાંસદ નો સુપરસ્ટાર દિકરો, ભાજપ સંચાલિત રાજ્ય નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો. નામ જાણી ચોંકી જશો. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 2 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને અસેમ્બલીના સ્પીકર પસાંગ સોના દોર્જીએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની ઘોષણા કરી હતી. સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેનથી ડિબુગઢ પહોંચ્યો હતો અને તેના પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી સોમવારે બપોરે પહોંચ્યો હતો. આ પ્રસંગે એક વીડિયો શૂટ કરીને એક કેમ્પેઇન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સંજય દત્ત એક યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે જાેવા મળી રહ્યો છે. આ કેમ્પેન દ્વારા રાજ્યમાં ટુરિઝમને વધારવાની યોજના છે. આ સાથે જ સંજય દત્ત સ્થાનિક યુવાનોની સાથે નશામુક્તિ માટે પણ કામ કરશે. રાજ્યમાં હાલ આ સમસ્યા વધવા લાગી હોવાથી તેને નાબૂદ કરવાના પણ સરકાર પ્રયાસ કરી રહી છે. બોલીવૂડ સેલિબ્રિટીસ મોટા ભાગે કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ સાથે જાેડાતા હોય છે. આ પહેલા પણ ઘણા સુપરસ્ટાર સરકારી યોજનાઓના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હાલ સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય નું નિધન થયું. પાર્ટીમાં શોક ની લહેર.
 

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Exit mobile version