ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુલાઈ 2020
ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓની હાજરી હોવાની મળેલી ગુપ્ત માહિતીના આધારે, અરુણાચલ પ્રદેશના તિરપ જિલ્લાના સામાન્ય વિસ્તાર ખોંસા ક્ષેત્રમાં આસામ રાઇફલ્સ દ્વારા આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સવારે 4.30 વાગ્યે, સામાન્ય વિસ્તારમાં એનએસસીએન ટીમ આંતકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું જે લાંબો સમય ચાલ્યું હતું. સામસામી ગોળીબાર માં, છ આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી યુદ્ધ માં વરાટી 6 અત્યાધુનિક ગન મળી આવી છે. ઓપરેશનમાં, 6 એનએસસીએન – આઇએમ સશસ્ત્ર કેડર માર્યા ગયા છે. રાજ્યના ડીજીપી એ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 6 લાંબા અંતરનાં શસ્ત્રો (ચાર એકે -47 અને 2 ચાઇનીઝ એમક્યુ) મળી આવ્યા છે. જે ચીની બનાવટ ના છે. જ્યારે આ કામગીરીમાં આસામ રાઇફલ્સનો એક સૈનિક ઘાયલ થયો છે. જેની હાલત હાલ સ્થિર છે અને તેને સારવાર માટે નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com