Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલનો દાવો, આગામી વડાપ્રધાન અમિત શાહ હશે.

Arvind Kejriwal : જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને ભાજપ પર અનેક આરોપો લગાવ્યા.

by Hiral Meria
Arvind Kejriwal criticizes the BJP and raises questions about the next Prime Minister.

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal :  અરવિંદ કેજરીવાલ જે કામ માટે જેલથી બહાર આવ્યા હતા તે કામ તેમને શરૂ કરી દીધું છે.  કોર્ટે 20 દિવસ માટે તેમને જેટલી બહાર રહેવા માટેની પરવાનગી આપી છે અને આ પરવાનગી માત્ર પ્રચાર માટેની છે.  આથી અરવિંદ કેજરીવાલ એ પહેલા જ દિવસથી પ્રચાર શરૂ કરી દીધો છે.  શનિવારે હનુમાન મંદિરે જઈ ત્યારબાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું.  તેમના સંબોધન દરમિયાન મુખ્ય આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ( Narendra Modi ) પર હતો. . વડાપ્રધાનને તેમને ડિકટેટર કહ્યા અને પ્રશ્ન પૂછ્યો કે ભાજપનો આગામી વડાપ્રધાન કોણ છે. 

Arvind Kejriwal :  અરવિંદ કેજરીવાલ  મુજબ આગામી વડાપ્રધાન અમિત શાહ હશે. 

 અરવિંદ કેજરીવાલ એ પોતાની સ્પીચમાં કહ્યું કે વડાપ્રધાન ( Prime Minister ) નરેન્દ્ર મોદી પોતાની માટે નહીં પરંતુ અમિત શાહ ( Amit Shah ) માટે વોટ માંગી રહ્યા છે.  આગામી વર્ષે તેઓ 75 વર્ષના થશે અને ત્યારબાદ તેઓ આ પદ પરથી ખસી જશે અને અમિત શાહને વડાપ્રધાન બનાવશે.  આ માટે અત્યારથી વડાપ્રધાને તૈયારી શરૂ કરી દીધી છે. 

Arvind Kejriwal :  ભારતીય જનતા પાર્ટી ( BJP ) દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. 

 અરવિંદ કેજરીવાલ એ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખમાં વિપક્ષમાં રહેલા તમામ ભ્રષ્ટાચારી નેતાઓ સામેલ છે.  આ ઉપરાંત આ તમામ નેતાઓએ હજારો કરોડના કૌભાંડ કર્યા હોવા છતાં તેમની વિરુદ્ધમાં કોઈ તપાસ ચાલી નથી.  જ્યારે કે આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) નેતાઓને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો:  Rahul Dravid: ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રાહુલ દ્રવિડની વિદાય થશે.

Arvind Kejriwal : આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. 

 અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ( India coalition ) સરકાર બનશે તેમાં શંકા નથી.  કારણ કે ભારતીય જનતા પાર્ટીની દરેક રાજ્યમાંથી સીટો ઓછી થઈ રહી છે.  આ ઉપરાંત તેમણે લોકો પાસેથી સહાનુભૂતિની ભીખ માંગી હતી.

Join Our WhatsApp Community

You may also like