Site icon

Arvind Kejriwal Health: EDની કસ્ટડીમાં CM કેજરીવાલની તબિયત બગડી, સુગર લેવલમાં થઈ રહી છે વધઘટ; ડોક્ટરે કહ્યું ખતરનાક..

Arvind Kejriwal Health: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું શુગર લેવલ સતત ઉપર અને નીચે થૈઈ રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલ આટલું ઓછું થઈ જવું એ ખૂબ જ ખતરનાક છે.

Arvind Kejriwal Health AAP Says Arvind Kejriwal's Health Deteriorated In Probe Agency Custody

Arvind Kejriwal Health AAP Says Arvind Kejriwal's Health Deteriorated In Probe Agency Custody

News Continuous Bureau | Mumbai 

Arvind Kejriwal Health: EDની કસ્ટડીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત બગડી રહી છે. AAPનો દાવો છે કે તેઓ ડાયાબિટીસના દર્દી હોવાથી તેમનું શુગર લેવલ વધઘટ થઈ રહ્યું છે. તેમનું શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલ આટલું ઓછું થઈ જવું એ ખૂબ જ ખતરનાક છે.

Join Our WhatsApp Community

સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કર્યો 

આ પહેલા બુધવારે સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તે મંગળવારે સાંજે જેલમાં પોતાના પતિને મળવા ગઈ હતી. તેમને ડાયાબિટીસ છે, સુગર લેવલ બરાબર નથી, પણ તેમનો નિશ્ચય મજબૂત છે. તેઓ સાચા દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે. તેમને લાંબા આયુષ્ય, આરોગ્ય અને સફળતાની શુભેચ્છા. તેમણે કહ્યું છે કે મારું શરીર જેલમાં છે. પરંતુ, આત્મા તમારા બધાની વચ્ચે છે. જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે મને તમારી આસપાસ અનુભવશો.

અરવિંદ કેજરીવાલ 28 માર્ચે કરશે મોટો ખુલાસો – સુનીતા કેજરીવાલ

આ સિવાય સુનીતા કેજરીવાલે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિવિધ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી અને તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ‘મોટો ખુલાસો’ કરશે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Vote Appeal: લગ્નની કંકોત્રીમાં આ વરરાજાની અનોખી માંગ, ના આપો મોંઘી ભેટ કરો PM મોદીને વોટ..

સુનીતા કેજરીવાલે કહ્યું કે તેમના પતિ 28 માર્ચે સત્ય કહેશે અને પુરાવા પણ રજૂ કરશે. તેમણે કહ્યું, બે વર્ષની તપાસ છતાં, ED પુરાવાનો એક પૈસો પણ શોધી શક્યું નથી. તેઓએ મુખ્યમંત્રીના આવાસ પર દરોડા પાડ્યા પરંતુ માત્ર 73,000 રૂપિયા જ મળ્યા. સુનીતા કેજરીવાલે કહ્યું, મારા પતિએ કસ્ટડીમાં હતા ત્યારે જળ મંત્રી આતિષીને સૂચના આપી હતી. આ અંગે કેન્દ્રને સમસ્યા હતી. શું તેઓ દિલ્હીને નષ્ટ કરવા માગે છે? તેમણે કહ્યું કે તેના પતિ આ મુદ્દે ખૂબ જ દુઃખી છે.

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version