Site icon

સાવધાન, ટ્રેનમાં ગીતો વગાડ્યા કે પછી મોટા અવાજે વાત કરી તો આવી બનશે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રેલવેમાં પ્રવાસ કરનારો માટે મહત્વના સમાચાર છે. ટ્રેનમાં પ્રવાસ કરવા દરમિયાન મોટે મોટેથી વાતો કરી અથવા મોટેથી ગીતો સાંભળીને બીજા પ્રવાસીને ત્રાસ આપ્યો તો એવા પ્રવાસીઓનું આવી બનશે. આવા પ્રવાસીઓ સામે આકરા પગલા લેવામાં આવશે એવી જાહેરાત રેલવેની નવી ગાઈડલાઈન માં કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

સામાન્ય રીતે ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ મનફાવે તેમ ટ્રેનમાં વર્તણૂક કરતા હોય છે. તેને કારણે ટ્રેનમાં તેની સાથે પ્રવાસ કરી રહેલા અન્ય પ્રવાસીઓને તો ત્રાસ થાય છે અને અમુક વખતે મામલો બચકી પણ જતો હોય છે.

આ સમાચાર પણ વાંચો :  CDS જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી થશે સન્માન, તેમની દીકરીઓ આ તારીખે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માન ગ્રહણ કરશે; જાણો વિગતે

તેથી રેલવે પ્રશાસને નવી પહેલ કરી છે, જે હેઠળ રાતના 10 વાગ્યા પછી ટ્રેનમાં મોબાઈલ પર મોટા અવાજે ગીતો સાંભળવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ મોટેથી વાતો કરીને બીજા પ્રવાસીઓની ઊંઘમાં ખલેલ પહોંચીને તેને ત્રાસ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.  અમુક વખતે પ્રવાસીઓ રાતના 10વાગ્યા પછી પણ ટ્રેનમાં લાઈટ ચાલુ રાખીને અન્ય પ્રવાસીઓને ત્રાસ આપતા હોય છે.

જોકે હવે રેલવેની નવી ગાઈડલાઈન આવી ગઈ છે. તે મુજબ હવે મુસાફરો રાતના 10વાગ્યા પછી ઊંચા અવાજે ના વાત કરી શકશે ના ગીતો સાંભળીને બીજાને ત્રાસ આપશે, ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવાશે.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version