News Continuous Bureau | Mumbai
CAA Rules Notification: દેશમાં સોમવારે સાંજથી CAA કાયદાનું નોટિફિકેશન બહાર પાડી. તેનું અમલીકરણ કરી નાખ્યું છે. ત્યારે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) લાગુ થયાના બીજા જ દિવસે, મુસ્લિમ સંગઠનો તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) પહોંચ્યા હતા. આજે, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ( IUML ) અને ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઈન્ડિયા ( DYFI ) એ એક નિવેદનમાં કહ્યું હતું કે, “આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. તેમજ આ મામલો હજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી NDA સરકારની આગેવાની હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદાનો અમલ ન કરવો જોઈતો હતો. દેશની સૌથી મોટી કોર્ટમાં IUML દ્વારા આપવામાં આવેલી અરજીમાં CAAને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ સંગઠનોએ ( Muslim organizations ) પણ હવે આ સમયગાળા દરમિયાન CAA પર સ્ટે મૂકવાની માંગ કરી છે.
દેશમાં CAA કાયદો લાગુ થયા બાદ, હવે 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ( non-Muslim refugees ) નાગરિકતા આપવામાં આવશે. CAA નિયમોના પ્રકાશન સાથે, મોદી સરકાર આ ત્રણ દેશોના ધર્મના નામે અત્યાચાર ગુજારવામાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ) ને ભારતીય નાગરિકતા ( Indian citizenship ) આપવાનું શરૂ કરશે. જો કે, વિપક્ષે લોકસભા ચૂંટણી 2024 પહેલા તેની જાહેરાતને લઈને હવે સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Cryptocurrency price: બિટકોઈનમાં તોફાની તેજી, અત્યાર સુધીના ઊંચા રેકોર્ડ ભાવે, જાણો કેમ વધ્યા આ ક્રિપ્ટોકરન્સીના ભાવ..
CAA ડિસેમ્બર, 2019 માં બંને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું..
ઉલ્લેખનીય છે કે, CAA ડિસેમ્બર, 2019 માં બંને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને રાષ્ટ્રપતિની મંજુરી પણ મળી ગઈ હતી. પરંતુ ત્યારબાદ દેશના જુદા જુદા ભાગોમાં તેની સામે ભારે વિરોધ શરૂ થયો હતો. જો કે, આ કાયદો અત્યાર સુધી લાગુ થઈ શક્યો નહતો. કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજુ સુધી સૂચિત થવાના હતા. જો કે હવે કેન્દ્ર સરકારે દેશમાં આ કાયદો લાગુ કરી દીધો છે.
દરમિયાન, ગૃહ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન અનુસાર, “આ નિયમો CAA-2019 હેઠળ પાત્ર વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવા માટે અરજીઓ સબમિટ કરવા સક્ષમ બનાવશે. અરજીઓ સંપૂર્ણપણે ઑનલાઇન મોડમાં સબમિટ કરવામાં આવશે, જેના માટે એક વેબ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે.”