Site icon

Asaduddin Owaisi On Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી પહેલા, ઓવૈસીએ સરકાર પર સાધ્યું નિશાન.. કહ્યું અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં .

Asaduddin Owaisi On Ram Mandir: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર રામ મંદિર મામલે અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 6ઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડવાની ઘટના હંમેશા લોકોના મનમાં તાજી જ રહેશે.

Asaduddin Owaisi On Ram Mandir Ahead of Ram Mandir Pran Pratistha celebrations, Owaisi takes aim at Govt.. Says we will not forget Babri Masjid .

Asaduddin Owaisi On Ram Mandir Ahead of Ram Mandir Pran Pratistha celebrations, Owaisi takes aim at Govt.. Says we will not forget Babri Masjid .

 News Continuous Bureau | Mumbai 

Asaduddin Owaisi On Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર રામ મંદિર મામલે અનેક સવાલો ઉભા કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 6ઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ( Babri Masjid ) તોડવાની ઘટના હંમેશા લોકોના મનમાં તાજી જ રહેશે. અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં. 

Join Our WhatsApp Community

ઓવૈસીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ( Central Govt ) લોકસભા ચૂંટણીમાં તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ અસલી મુદ્દો બેરોજગારીનો છે. મુદ્દો મોંઘવારીનો છે. ચીને જમીન પચાવી પાડી તે છે. રામ મંદિર અંગે તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ( Supreme Court ) નિર્ણયને સ્વીકારે છે.

તેમણે મથુરાની શાહી ઈદગાહને ( Shahi Eidgah  ) કૃષ્ણ મંદિર જાહેર કરવાની માંગ પર પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. ઓવૈસીએ કહ્યું, “ધાર્મિક સ્થળનો કાયદો સંસદ દ્વારા બનાવવામાં આવે છે.

જો હિંદુઓએ ત્યારે બાબરી મસ્જિદને તોડી ન પાડી ન હોત, તો આજે કોર્ટનો શું નિર્ણય હોત?

રામ મંદિરના નિર્માણને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જો તમે ત્યારે બાબરી મસ્જિદને તોડી ન પાડી હોત તો આજે કોર્ટનો શું નિર્ણય હોત? 6ઠ્ઠી ડિસેમ્બર એક સત્ય ઘટના છે. અમે બાબરી મસ્જિદને ભૂલશું નહીં. મથુરા ઈદગાહ મામલામાં તેમની તરફથી કોઈ અપીલ ન કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર ઓવૈસીએ કહ્યું કે હવે કાશી-મથુરા અંગે શા માટે વિવાદ કરી રહ્યા છો. સરકારે આવા વિવાદાસ્પદ મુદ્દાઓ ન ઊભા કરવા જોઇએ.

આ સમાચાર પણ વાંચો : Mission sun: ભારતે વિશ્વને કર્યું સૂર્ય નમસ્કાર! ઈસરોના પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1 એ રચ્યો ઈતિહાસ, યાન પાંચ મહિના પછી L1 પોઈન્ટ પર પહોંચ્યું..

અયોધ્યામાં રામ મંદિરથી થોડે દૂર કોર્ટના આદેશ મુજબ મસ્જિદ બનાવવામાં આવી રહી હોવાના પ્રશ્નના જવાબમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તે મસ્જિદને, કંઈ મસ્જિદ ગણી શકાય નહીં. તે કેવી રીતે શક્ય છે કે તમે એક મસ્જિદ તોડી નાખો અને કહો કે આ લ્યો બીજી મસ્જિદ. તેમણે કહ્યું કે, “અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારીએ છીએ, પરંતુ આઝાદી પછી જે કંઈ પણ થયું છે તેની બધાએ નોંધ લેવી પડશે.”

તેમણે સંસદમાં મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા વધારવાની પણ માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું, “જ્યારે દરેક સમુદાય અને દરેક જાતિનું રાજકારણમાં પ્રતિનિધિત્વ છે, તો પછી મુસ્લિમ સમુદાયના 14 ટકા અને માત્ર 5 ટકા સાંસદ કેમ છે? મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.

H2- અમે CAA અને NRCની વિરુદ્ધ હતા અને રહીશું: ઓવૈસી

તેમણે એમ પણ કહ્યું કે CAA, NRC કાયદા સરકારના ફાયદા મુજબના છે. આ ધર્મના આધારે બનાવવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ મુસ્લિમો અને દલિતો વિરુદ્ધ કરવામાં આવશે. તેલંગાણા વિધાનસભામાં તેની વિરુદ્ધ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. અમે CAA અને NRCની વિરુદ્ધ હતા અને રહીશું. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના વિઝા લંબાવી શકાય છે અને તેમને વગર કોઇ કાયદે પણ નાગરિકતા આપી શકાય છે.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
Exit mobile version