Site icon News Continuous Bureau | Mumbai

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। આસારામને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! સગીરા પર જાતીય સતામણી કેસમાં આજીવન કેદની સજા યથાવત; તાત્કાલિક કરવો પડશે સરન્ડર

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। જોધપુર ખંડપીઠે સહઆરોપી શિલ્પી અને શરતચંદને કર્યા મુક્ત; વચગાળાના જામીન પર બહાર રહેલા આસારામે હવે જેલના સળિયા પાછળ જવું પડશે

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। આસારામને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! સગીરા પર જાતીય સતામણી કેસમાં આજીવન કેદની સજા યથાવત; તાત્કાલિક કરવો પડશે સરન્ડર

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। આસારામને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! સગીરા પર જાતીય સતામણી કેસમાં આજીવન કેદની સજા યથાવત; તાત્કાલિક કરવો પડશે સરન્ડર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Asaram Bapu Verdict Rajasthan High Court 2026। રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠે બુધવારે (૨૭ મે ૨૦२૬) ના રોજ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા આસારામ (Asaram) ના કેસમાં એક અત્યંત મહત્વનો અને મોટો ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે સગીર વયની વિદ્યાર્થીની પર જાતીય સતામણી અને બળાત્કાર ગુજારવાના કેસમાં આસારામને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની (ઉંમરકેદ) સજાને સત્તાવાર રીતે યથાવત રાખી છે. જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે (યુગલપીઠ) આ કડક નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં સ્વાસ્થ્યના કારણોસર વચગાળાના જામીન પર બહાર ચાલી રહેલા આસારામે હવે જોધપુર સેન્ટ્રલ જેલમાં જઈને તાત્કાલિક સરન્ડર (આત્મસમર્પણ) કરવું પડશે.

પીડિતાના આરોપો અને પુરાવાઓ સંપૂર્ણ વિશ્વસનીય

હાઈકોર્ટે પોતાના સત્તાવાર આદેશમાં સ્પષ્ટપણે નોંધ્યું છે કે, પીડિતા દ્વારા આસારામ પર લગાવવામાં આવેલા બળાત્કાર અને જાતીય શોષણના મુખ્ય આરોપો કાયદાકીય રીતે એકદમ વિશ્વસનીય છે અને તેને સમર્થન આપતા પૂરતા પુરાવાઓ રેકોર્ડ પર ઉપલબ્ધ છે. આ મજબૂત વૈજ્ઞાનિક અને પરિસ્થિતિજન્ય સાક્ષીઓના આધારે અદાલતે આઈપીસી (IPC) ની કલમ ૩૭૬ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ આસારામની દોષસિદ્ધિ તેમજ આજીવન કારાવાસની સજાને બહાલ રાખી છે. જો કે, આ જ કેસમાં અન્ય બે સહ-આરોપીઓ શિલ્પી અને શરતચંદને શંકાનો લાભ આપીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરીને મોટી રાહત આપી છે.

કોર્ટમાં ૧૬ ફેબ્રુઆરીથી ૨૦ એપ્રિલ સુધી ચાલી ડે-ટુ-ડે સુનાવણી

ઉલ્લેખનીય છે કે, આ અપીલ પર રાજસ્થાન હાઈકોર્ટમાં ૧૬ ફેબ્રુઆરીથી લઈને ૨૦ એપ્રિલ ૨૦२૬ સુધી સતત ડે-ટુ-ડે (રોજિંદી) સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન આસારામના વકીલોએ દલીલ કરી હતી કે આખો કેસ ખોટો અને મનઘડત છે તથા પીડિતાના માતા-પિતાના નિવેદનોમાં ભારે વિરોધાભાસ છે. બચાવ પક્ષે એમ પણ કહ્યું હતું કે ઘટનાની રાત્રે આસારામ અને પીડિતા વચ્ચે કોઈ કોલ રેકોર્ડ ઉપલબ્ધ નથી, તેથી સમાનતાના સિદ્ધાંતના આધારે આસારામને પણ છોડી મૂકવા જોઈએ.

વર્ષ ૨૦૧૮ માં પોક્સો કોર્ટે સંભળાવી હતી સજા

બીજી તરફ, પીડિતાના પ્રખ્યાત એડવોકેટ પી. સી. સોલંકી અને સરકારી વકીલોએ સુપ્રીમ કોર્ટના વિવિધ ઐતિહાસિક ચુકાદાઓ ટાંકીને દલીલ કરી હતી કે પોક્સો સંબંધિત ગુનાઓમાં પીડિતાનું એકમાત્ર નિવેદન પણ સજા કરવા માટે પૂરતું અને સર્વોપરી માનવામાં આવે છે. તેમણે કોર્ટને જણાવ્યું કે આ કેસના ગવાહો પર થયેલા હુમલા સાબિત કરે છે કે પુરાવાઓ સાથે છેડછાડનો પ્રયાસ થયો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ૨૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ જોધપુરની સ્પેશિયલ પોક્સો અદાલતે આસારામને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ધાર્મિક સારવાર અને આધ્યાત્મિક માર્ગદર્શનના બહાને આશ્રમમાં બોલાવી સગીરાનું શોષણ કરવાનો આ કેસ સમગ્ર દેશમાં ભારે ચર્ચામાં રહ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version