News Continuous Bureau | Mumbai
સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અશોક ગેહલોતના તેવર નરમ પડી ગયા છે.
મીટિંગ બાદ અશોક ગેહલોતે કહ્યું કે મેં સોનિયા જીની રાજસ્થાનની ઘટનાને લઈને માફી માંગી છે.
આ સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધું છે.
તેમણે કહ્યુ કે જે થયું છે તે સ્થિતિમાં મેં નક્કી કર્યું છે કે હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડીશ નહીં.
રવિવારે જે ઘટના થઈ, તેણે મને હચમચાવી દીધો છે. તેમાં તે સંદેશ આપવામાં આવ્યો કે હું મુખ્યમંત્રી પદે રહેવા ઈચ્છું છું. તેને લઈને મેં સોનિયા ગાંધીની માફી માંગી છે.
આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ
