Site icon

Ashwini Vaishnaw: કેન્દ્રીય મંત્રી આશ્વિની વૈષ્ણવે ‘મન કી બાત’ ના આમંત્રિતો સાથે 76મા પ્રજાસત્તાક પરેડ પર કરી વાતચીત

Ashwini Vaishnaw: કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 76મા પ્રજાસત્તાક દિનની પરેડ માટે 'મન કી બાત'ના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી

Ashwini Vaishnaw Union Minister Ashwini Vaishnaw interacts with 'Mann Ki Baat' invitees on the 76th Republic Parade

Ashwini Vaishnaw Union Minister Ashwini Vaishnaw interacts with 'Mann Ki Baat' inAshwini Vaishnaw Union Minister Ashwini Vaishnaw interacts with 'Mann Ki Baat' invitees on the 76th Republic Paradevitees on the 76th Republic Parade

 

Ashwini Vaishnaw: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી હતી, જેમને 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિશિષ્ટ અતિથિઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતના જાહેર સેવા પ્રસારણકર્તાની રેડિયો પાંખ આકાશવાણીએ આકાશવાણી ભવન ખાતેની નવી દિલ્હીની ઑફિસમાં તેમને આમંત્રિત કર્યા હતા.

Join Our WhatsApp Community

Ashwini Vaishnaw: આકાશવાણી: પરિવર્તનના ગુમનામ નાયકોની ઉજવણી

 આકાશવાણી સફળતાની ગાથાઓ, પ્રયાસો અને વ્યક્તિઓની સખત મહેનતને મોખરે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે, જેની ઉજવણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માસિક મન કી બાત કાર્યક્રમમાં કરી હતી અને તેને ઉજાગર કરી હતી. આ પ્રેરણાદાયી કથાઓને વિશ્વ સાથે વહેંચીને આકાશવાણી સમાજમાં આ વ્યક્તિઓના સકારાત્મક પ્રભાવ અને અર્થપૂર્ણ યોગદાનને પ્રદર્શિત કરવામાં એક મુખ્ય આધારસ્તંભ બની ગયો છે.

પ્રધાનમંત્રીના વિશેષ આમંત્રણ પર વ્યક્તિઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ કે જેમણે નોંધપાત્ર કામગીરી હાથ ધરી છે, તેમને પ્રજાસત્તાક દિનની પરેડના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આકાશવાણી પર પ્રસારિત થતા આઇકોનિક મન કી બાત કાર્યક્રમમાં છેલ્લાં 10 વર્ષમાં પ્રધાનમંત્રીએ આ વ્યક્તિઓનો વ્યક્તિગત ઉલ્લેખ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :Investment SBI Report: ભારતમાં રોકાણની પ્રવૃત્તિમાં વૃદ્ધિ, આ ક્ષેત્રમાંથી મળ્યું નોંધપાત્ર યોગદાન.. જાણો આંકડા

Ashwini Vaishnaw: પરિવર્તનની પ્રેરણાદાયી વાતો

આ પ્રસંગે શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “મન કી બાત કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વ્યક્તિઓના યોગદાન પર પ્રકાશ પાડ્યો છે અને તેમના પ્રયાસોને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કર્યા છે તે ખરેખર અદ્ભુત છે. આ વ્યક્તિઓને આ ઇવેન્ટમાં સ્વીકારવામાં આવી છે, અને આવા નોંધપાત્ર પ્લેટફોર્મ પર તેમના અસરકારક કાર્યની ઉજવણી કરવામાં આવે છે તે જોઈને આનંદ થાય છે. “

વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવેલા અને સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સામાજિક પ્રભાવની પ્રેરણાદાયી ગાથાઓનું પ્રતિનિધિત્વ કરતા આ આમંત્રિતોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ‘મન કી બાત’ મંચને તેમનાં કાર્યો વહેંચવાની તક પ્રદાન કરવા અને લાખો લોકોને પ્રેરિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીએ આ પહેલ મારફતે સમાજનાં લાભ માટે દુનિયાભરમાં થઈ રહેલા સકારાત્મક અને અર્થપૂર્ણ કાર્યોની ઉજવણી કરી છે. આ કાર્યક્રમ વિશ્વ સાથે આવા પ્રેરણાદાયી પ્રયત્નોને શેર કરવા માટે એક નોંધપાત્ર મંચ તરીકે સેવા આપે છે. મંત્રીશ્રીએ તેમનો તેમજ આજે મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Ashwini Vaishnaw: મન કી બાત

‘મન કી બાત’ કાર્યક્રમ એક પરિવર્તનકારી પહેલ બની ગયો છે, જેમાં સામાન્ય નાગરિકોની વાતોને ઉજાગર કરવામાં આવી છે, જેણે સમાજમાં અસાધારણ યોગદાન આપ્યું છે. વર્ષોથી ‘મન કી બાત’માં શિક્ષણ, પર્યાવરણ, સમાજ કલ્યાણ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં અર્થપૂર્ણ યોગદાન આપનારા લોકોનો અવાજ બુલંદ થયો છે, જેમણે ભારત અને તેનાથી આગળના લાખો લોકોને પ્રેરણા આપી છે. આ અનન્ય કાર્યક્રમ એક મજબૂત અને વધુ સમાવિષ્ટ રાષ્ટ્રના નિર્માણમાં વ્યક્તિગત પ્રયત્નોની શક્તિને રેખાંકિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version