News Continuous Bureau | Mumbai
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું ( Indian players ) શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું. ભારતે ત્રીજા દિવસે પોતાનો ત્રીજો ગોલ્ડ મેડલ ( Gold Medal ) જીત્યો. ભારતની ઘોડેસવારી ટીમે ( Horse riding team ) 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ ( Gold Medal ) જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ઘોડેસવાર સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંઘ, અનુષ અગ્રવાલ અને હૃદય છેડાએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
ઘોડેસવારીનાં 40 વર્ષ પછી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો
ઘોડેસવારીનાં 40 વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે. ડ્રેસેજ ઈવેન્ટની ( dressage event ) ફાઇનલમાં ભારતના ઘોડેસવાર અનુષ, સુદીપ્ત, દિવ્યકીર્તિ અને હૃદયે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 209.205 પોઈન્ટ બનાવ્યા. દિવ્યકિર્તિને 68.176 પોઈન્ટ્સ, હૃદયને 69.941 પોઈન્ટ્સ અને અનુષને 71.088 પોઈન્ટ્સ મળ્યા છે. ભારતીય ટીમ ચીન કરતા 4.5 પોઈન્ટ આગળ હતી.
ટીમ ઇન્ડિયા ( Team India ) પાસે કુલ 14 મેડલ
ભારતને ત્રીજા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે ( Women’s cricket team ) ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ ઇન્ડિયા પાસે કુલ 14 મેડલ છે. ભારત પાસે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ છે. ટીમ ઈન્ડિયાને મંગળવારે સેલિંગમાં 2 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : WhatsApp Ends Support : 24 ઓક્ટોબર પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરી લો ફોનનુ લિસ્ટ..
ઉલ્લેખનીય છે કે ઘોડેસવારી ડ્રેસેજ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મળ્યો હતો. જ્યારે ચીનની ટીમ બીજા ક્રમે રહી હતી. ચીનને કુલ 204.882 પોઈન્ટ મળ્યા છે. હોંગકોંગને 204.852 પોઈન્ટ મળ્યા છે. આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી. તેવી જ રીતે ચાઈનીઝ-તાઈપેઈની ટીમ ચોથા અને યુએઈની ટીમ પાંચમા ક્રમે રહી હતી. ભારત તેના વધુ ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા રાખશે. મહિલા ક્રિકેટ બાદ પુરુષ ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ મેળવવાની આશા છે.