Asmita Khelo India: અસ્મિતા ખેલો ઇન્ડિયા વિમેન્સ યોગાસન લીગ 2024-25માં 7000થી વધુ લોકોએ લીધો ભાગ

Asmita Khelo India: પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશના ખેલાડીઓનાં શાનદાર પ્રદર્શન કર્યું, ઉત્તરાખંડમાં આગામી રાષ્ટ્રીય રમતો પહેલા મોટી અપેક્ષાઓ સાથે રાષ્ટ્રીય સ્પર્ધાનું સમાપન

Asmita Khelo India More than 7000 people participated in Asmita Khelo India Women's Yoga League 2024-25

News Continuous Bureau | Mumbai

Asmita Khelo India:  રાષ્ટ્રીય અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા યોગાસન લીગ 2024-25નું સમાપન આનંદ ધામ આશ્રમ, બક્કરવાલા, નાંગલોઇ નજફગઢ રોડ ખાતે થયું હતું. 5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી લીગના અંતિમ તબક્કામાં 270થી વધુ એથ્લીટ્સે ભાગ લીધો હતો. જેમણે સારું પ્રદર્શન કર્યું હતું તેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ સામેલ છે.

Join Our WhatsApp Community

ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદીએ રમતવીરોને અભિનંદન આપ્યાં હતાં અને ભારતમાં યોગાસનનાં વધતાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.  તેમણે ઉલ્લેખ કર્યો હતો કે યોગાસનને હવે 2026ની એશિયન ગેમ્સ (જાપાન)માં પ્રદર્શનકારી રમત તરીકે સામેલ કરવામાં આવ્યું છે અને તેને ઉત્તરાખંડમાં થનારી આગામી 38મી રાષ્ટ્રીય રમતોમાં પણ સ્પર્ધાત્મક રમત તરીકે પણ ઉમેરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-01-10160358JVT3.png

નેશનલ લીગના સ્પર્ધકોએ ગયા વર્ષે ભારતભરમાં યોજાયેલી ઝોનલ ચેમ્પિયનશિપ્સ દ્વારા ક્વોલિફાય કર્યું હતું. જેમાં 7000થી વધુ મહિલા એથ્લેટ્સે ભાગ લીધો હતો. આ લીગમાં પાંચ શ્રેણીઓ હતી: પરંપરાગત યોગાસન, કલાત્મક યોગાસન (સિંગલ), કલાત્મક યોગાસન (જોડી), લયબદ્ધ યોગાસન (જોડી) અને કલાત્મક યોગાસન (જૂથ). ભારતના ચાર ઝોનમાંથી અંડર-18 અને 18થી વધુ વયની કેટેગરીના ટોચના આઠ-આઠ ખેલાડીઓએ પાંચ કેટેગરીમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે જે ચાર ઝોનમાં સ્પર્ધાઓ યોજાઇ હતી તેમાં બિહાર (પૂર્વ ઝોન), રાજસ્થાન (પશ્ચિમ ઝોન), તમિલનાડુ (દક્ષિણ ઝોન) અને ઉત્તર પ્રદેશ (ઉત્તર ઝોન)નો સમાવેશ થાય છે.

https://www.instagram.com/reel/DEmGdKKTUJ9/?igsh=MXMxaWVxYXRjaTBidg==

યોગાસન ભારત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમતવીરો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા જોવા મળી હતી. ભારત સરકારના રમત મંત્રાલયે વિજેતા ખેલાડીઓને આશરે ₹25 લાખની ઈનામી રકમ આપી હતી.

કેન્દ્રીય રમત ગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ અસ્મિતા યોગાસન લીગ યોગાસન રમતમાં મહિલાઓને તેમના પરિવારને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે સશક્ત બનાવવાની દિશામાં ધ્યાન આપે છે. વર્ષ 2024માં કુલ 163 અસ્મિતા મહિલા લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 રમત શાખાઓમાં 17000થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે.

આ સમાચાર પણ વાંચો :  National Road Safety: ટ્રાફિક નિયમોને અનુસરવાનો અનોખો સંદેશ, સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ આકૃતિ; જુઓ ફોટોઝ

આ પાંચ કેટેગરીના વિજેતાઓ નીચે મુજબ છેઃ

Asmita Khelo India:  અસ્મિતા વિમેન્સ લીગ વિશે

વિવિધ શાખાઓમાં લીગનું આયોજન કરીને રમતગમતમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અને દેશભરમાં વિવિધ વય કેટેગરીની મહિલા એથ્લેટ્સને સ્પર્ધામાં એક્સપોઝર પ્રદાન કરવા માટે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (એનએસએફ)ના સહયોગથી, વિવિધ વય જૂથો માટે ખેલો ઇન્ડિયા અસ્મિતા મહિલા લીગ / ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. સ્પોર્ટ્સ ફોર વિમેન મિશનના ભાગરૂપે, ટેકનિકલ સંચાલન અને અન્ય આનુષંગિક ખર્ચાઓ માટે આંશિક અથવા સંપૂર્ણ ભંડોળ ખેલો ઇન્ડિયા (કેઆઇ), એસએઆઈ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version