News Continuous Bureau | Mumbai
આસામ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે મુગલ બાદશાહ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ તાજમહેલ પ્રેમનું પ્રતીક નથી. મુમતાઝ મહેલની યાદમાં બનેલા તાજમહેલને લઈને સવાલો ઉઠાવ્યા. વિશ્વ તાજમહેલને પ્રેમનું સૌથી મોટું પ્રતીક માને છે, જેની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે.
રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું, ‘તાજમહેલ પ્રેમનું પ્રતીક નથી. શાહજહાંએ તેની ચોથી પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો. જો તે મુમતાઝને પ્રેમ કરતો હતો, તો મુમતાઝના મૃત્યુ પછી તેણે વધુ ત્રણ લગ્ન કેમ કર્યા?’
PM મોદીને અપીલ- ‘તાજમહેલ અને કુતુબમિનાર તોડી પાડવામાં આવે’
રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે શાહજહાંની અન્ય બેગમો સાથે શું થયું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરી કે મુઘલ કાળમાં બનેલા તાજમહેલ અને કુતુબ મિનારને તોડીને તેમની જગ્યાએ મંદિર બનાવી દેવામાં આવે. તેમણે કહ્યું, ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે તાજમહેલ અને કુતુબમિનારને તોડી પાડે. આંહીં દુનિયાનું સૌથી સુંદર મંદિર બનાવવામાં આવે.’
આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં 8 આતંકવાદીઓ ઢેર, એક સૈનિક પણ માર્યો ગયો
‘એક વર્ષનો પગાર દાનમાં આપવા તૈયાર ભાજપના ધારાસભ્ય’
રૂપજ્યોતિ કુર્મીએ કહ્યું કે આ સ્થળો પર ભવ્ય મંદિરો બનાવવા જોઈએ. આ નિર્માણની આસપાસ અન્ય કોઈપણ બાંધકામ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે આ કામ માટે તેઓ પોતાનો એક વર્ષનો પગાર મંદિરને દાનમાં આપી દેશે.
રૂપજ્યોતિ કુર્મીના નિવેદન પર વિવાદ થયો
રૂપજ્યોતિ કુર્મીના આ નિવેદનની લોકો આકરી ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જવાબદાર અને બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિએ આવું નિવેદન ન આપવું જોઈએ. કેટલાક લોકોએ કહ્યું કે આ નિવેદન ખૂબ જ ખોટું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ દેશનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે એક વર્ગ ભાજપના ધારાસભ્યના નિવેદનની પ્રશંસા પણ કરી રહ્યો છે.