News Continuous Bureau | Mumbai
Assam: ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ ( AIUDF ) ના પ્રમુખ બદરુદ્દીન અજમલ ( Badruddin Ajmal ) ના વક્તવ્યને કારણે વિવાદ ઊભો થયો છે. ( Rape ) બળાત્કાર…. લૂંટ જેવા ગુનામાં મુસ્લિમ નંબર વન છે. એટલું જ નહીં પણ જેલ જનારા લોકોમાં પણ મુસ્લિમો ( Muslim ) નો જ પહેલો નંબર છે. બદરુદ્દીન અજલમના આ વક્તવ્ય બાદ વિવાદ ઊભો થયો છે.
બદરુદ્દીન અજમલે આસામ ( Assam ) ના ગોલાપારા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ અંતર્ગત એક મહાવિદ્યાલયની સભાને સંબોધિત કરતી વખતે મુસ્લિમ સમાજ ( Muslim Community ) કંઇ રીતે અશિક્ષિત ( illiterate ) હોય છે? શિક્ષણની કમીને કારણે કઇ રીતે ગુનહિત પ્રવૃત્તિઓમાં ( Criminal activities ) સંડોવાય છે? એ અંગે વાત કરી હતી. તથા આ બધાને તેમણે ગુના સાથે જોડ્યું હતું. બદરુદ્દીન અજમલે કહ્યું કે, ચોરી,બળાત્કાર, લૂંટ આ બધામાં મુસ્લિમ નંબર વન છે.
તથા જેલમાં જનારાઓમાં પણ આપડો ક્રમાંક પહેલો જ છે. આપડાં (મુસ્લીમ સમાજના) બાળકો પાસે સ્કૂલમાં કે કોલેજમાં જવાનો સમય નથી હોતો. માત્ર જુગાર રમવા અને બીજાને ફસાવવા માટે સમય હોય છે. જરા તમે તમારી જાતને પૂછો કે આ શું કરી રહ્યાં છો. બધી જ ખોટી બાબતોમાં મુસ્લિમ સૌથી આગળ છે. અને આ ખરેખર ખૂબ જ દુ:ખની વાત છે. એમ તેમણે કહ્યું હતું.
‘મુસ્લિમ સમુદાયના વિકાસના અભાવનું આ મુખ્ય કારણ છે’
એટલું જ નહીં પણ તેમણે વધુમાં કહ્યું કે, લોકો ચંદ્ર પર જઇ રહ્યાં છે, સૂર્ય પર યાન મોકલી રહ્યાં છે, પીએચડી કરી રહ્યાં છે. તમે જરા એકવાર પોલીસ સ્ટેશન જઇને જુઓ તો તમને સમજાશે કે સૌથી વધુ ગુનેગારો કોણ છે? અબ્દુલ રહેમાન, અબ્દુલ રહીમ, અબ્દુલ મઝીદ, બદરુદ્દીન, સિરાજઉદ્દીન આવા જ નામો તમને અપરાધીઓની યાદીમાં દેખાશે.
આ સમાચાર પણ વાંચો : Ram Temple Inauguration: રામ મંદિર ઉદ્ધાટનમાં PM મોદીના જવા પર જમીયતના મૌલાના મહમૂદે કર્યો વિરોઘ, સર્જાયો વિવાદ….જાણો શું છે મામલો..વાંચો વિગતે અહીં..
આ વાત દુ:ખદ નથી કે? અજમલના આ વક્તવ્ય બાદ વિવાદ ઊભો થતાં આખરે તેમણે આ બાબતે ખૂલાસો કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં બદરુદ્દીન અજમલે કહ્યું કે, મેં આખા વિશ્વના મુસ્લિમોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. અમારા બાળકો ભણતા નથી એ વાતનું મને દુ:ખ છે. અમારા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ પણ જતાં નથી. મુસ્લિમ ભાઇઓને શિક્ષણનું મહત્વ સમજાય તે માટે આ વક્તવ્ય કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, એક તરફ આ યુવાનો કહે છે કે છોકરીઓને જોઇને તેમનું લોહી ઉછળે છે. હું એમને કહેવા માંગુ છું કે, ઇસ્લામમાં કહે છે કે તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારી નજર જમીન તરફ હોવી જોઇએ. જો કોઇ પણ છોકરી સામે તમે ખરાબ નજરે જોશો તો તમને એ ખબર હોવી જોઇએ કે તમારા ઘરમાં પણ મા-બહેન છે. જો તમે આવો વિચાર કરશો તો તમારા મનમાં છોકરીઓ માટે ખરાબ વિચાર નહીં આવે. એવી સલાહ બદરુદ્દીન અજમલે આપી હતી.