News Continuous Bureau | Mumbai
આજે મોટાભાગના લોકોનો દિવસ ચાની ચુસ્કીથી શરૂ થાય છે. ઘણા લોકો તો ચાના એટલા શોખીન છે કે, કોઈ પણ સમયે ચા પીવા માટે તૈયાર જ હોય. ભારત દેશમાં ચા એ માત્ર પીણું જ નહીં, પણ એક વાસ્તવિક ભાવના પણ છે! આદુ, એલચી અને અન્ય મસાલાથી ભરપૂર દૂધ અને ચાપતિથી તૈયાર કરેલી ચા તમારા દિવસને સુધારી નાખે છે.
દરમિયાન વિશ્વભરમાં લોકપ્રિય પીણા ચાને વધુ સન્માન આપવા માટે, રાજ્યસભામાં ચાને રાષ્ટ્રીય પીણું જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ માંગ આસામના બીજેપી સાંસદ પવિત્રા માર્ગેરિટાએ કરી છે. ભારતીય જનતા પાર્ટી વતી ઉપલા ગૃહમાં આસામનું પ્રતિનિધિત્વ કરતી પવિત્રા માર્ગારિતાએ ગૃહમાં ઝીરો અવર દરમિયાન કહ્યું કે દેશનો દરેક વ્યક્તિ દિવસની શરૂઆત ચાથી કરે છે. ચાને દેશની સંસ્કૃતિનો એક ભાગ ગણાવતા, તેમણે કહ્યું કે તે કન્યાકુમારીથી શ્રીનગર અને ગુજરાતથી પૂર્વોત્તર સુધી દરેક ગુહિણીના રસોડામાં હાજર છે, તેથી ચાને રાષ્ટ્રીય પીણું જાહેર કરવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: ભારત ચીન સંઘર્ષ: તવાંગ અથડામણ મુદ્દે બોલ્યા રાજનાથ સિંહ.. વિપક્ષના સવાલનો આપ્યો આ જવાબ
તેમણે કહ્યું કે દેશમાં સેંકડો ચાના બગીચા છે અને તેમાં 50 લાખથી વધુ લોકો કામ કરે છે. અંગ્રેજોના શાસન દરમિયાન અને છેલ્લા 70 વર્ષોમાં ચાના બગીચાઓમાં કામ કરતા મજૂરોનું શોષણ થયું છે. ચા ઉદ્યોગના 200 વર્ષ પૂર્ણ થવા પર સરકારે વિશેષ આર્થિક પેકેજની પણ જાહેરાત કરવી જોઈએ. માર્ગેરિટાએ કહ્યું કે આગામી વર્ષ 2023માં આસામની પ્રખ્યાત ચા 200 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આસામ સરકાર અને આસામી લોકો આ અવસરને જોરદાર રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પણ આમાં સહકાર આપવો જોઈએ.