ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
શું તમે જાણો છો મુંબઈ શહેર માં કેટલા લોકો ઘરમાં કેદ છે? વધતા જતા કોરોનાના પ્રકોપને કારણે આશરે ૧૨ લાખ મુંબઈગરા પોતાના ઘરમાં કેદ છે અને કુલ ત્રણ લાખ ઘરો લોક છે.
માર્ચ મહિનામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધતાં પાલિકાની ઊંઘ હરામ થઇ ગઈ હતી અને માટે જ આ મહામારી ને રોકવા મુંબઈ મહાનગરપાલિકાએ એક કડક કાયદો ઘડ્યો જેના અનુસાર જો તમારા બિલ્ડીંગ કે સોસાયટીમાં પાંચ કોરોના કેસ આવે તો બિલ્ડીંગ કે સોસાયટી સીલ કરી દેવામાં આવશે. મુંબઈમાં આશરે 316 બિલ્ડીંગ 4921 માળ અને ઝૂંપડપટ્ટી અને ચાલીને મળીને ટોટલ 40 કન્ટેન્મેન્ટ ઝોન છે. કોરોના નો પ્રકોપ વધવાની સાથે જ આવા ઘર બંધી લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
માટે જ મુંબઈગરાઓ ચેતી જજો અને ધ્યાન રાખજો. જો તમારા બિલ્ડિંગમાં પણ 5 કોરોના ના કેસ આવશે તો તમારે પણ ઘરે બેસવાનો વારો આવશે.
