297
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં 3 સૈનિકો હતા. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ પાસે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ ઘાયલ થયા છે પરંતુ સુરક્ષિત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. જ્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડઃ યુવાનો સાથે મંત્રીની લડાઈનો વીડિયો થયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- શરમજનક ઘટના
You Might Be Interested In