ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુલાઈ 2020
ભારતના વરિષ્ઠ નાગરિકોને સામાજિક અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી "અટલ પેન્શન યોજના" સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ 18 થી 40 વર્ષની વય સુધીના તમામ નાગરિકો પોતાનું ખાતું ખોલાવી શકે છે. અને 60 વર્ષની ઉંમર સુધી પોતાના પેન્શન ખાતામાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે. જેનું વળતર તમને જિંદગીના પાછલા દિવસોમાં, જ્યારે ખરેખર આર્થિક મદદની જરૂર હશે ત્યારે મળશે.
60 વર્ષની ઉંમર બાદ જો તમારે દર મહિને કેટલા રૂપિયા નું પેન્શન જોયતું હશે તો માસિક પ્રીમયમ કેટલું ભરવું પડશે તેની વિગતો નીચે મુજબ છે..
પેન્શન ની રકમ. હપ્તાની રકમ રૂપિયામાં
1000 42
2000 84
3000 126
4000 168 અને
5000 200
રૂ. દર મહિને પ્રીમિયમ ભરવું પડશે.. રોકાણકાર ઇચ્છે તો માસિક પેન્શન એકાઉન્ટ ખોલવાના સમયે જ દર મહિને પ્રીમિયમ કેટલું રહેશે? અથવા તો રિટાયર્ડ થયા બાદ કેટલું પેન્શન મેળવવા માંગે છે? તેના આધારે હપ્તાની રકમ નક્કી કરી શકે છે. આમ દર મહિને માત્ર 42 રુપીયા થી 210 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરી તમે 60 વર્ષ બાદ એક થી પાંચ હજાર સુધી રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. આમાં વિદ્યાર્થી લઈને ગૃહિણીઓ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે
અને જો તમે 640 વર્ષની વય વટાવી ચુક્યા છો છતાં 60 વર્ષ બાદ પેંશન મેળવવા માંગો છો ટોહ પણ તમે ખાતું ખોલાવી શકો છો. થોડું પ્રીમિયમ વધારે ભરવું પડશે બસ….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com