ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
ધર્માંતરના કેસમાં ઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપાયેલા ઉમર ગૌતમ અને જહાંગીર આલમ વિરુદ્ધ ગૅન્ગસ્ટર ઍક્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) અંતર્ગત કાર્યવાહી થશે તેમ જ તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ માટે નિર્દેશ આપ્યો હતો. ધર્માંતરનો આ સમગ્ર કેસ ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યો સાથે સંકળાયેલો છે.
ઉમર ગૌતમ અને તેના સાથીઓએ આદિત્ય ઉર્ફે અબ્દુલને ખૂબ જ કટ્ટર બનાવી દીધો હતો. ટોળકીએ આદિત્યને 2,000 રૂપિયા આપીને તેની સુન્નત પણ કરાવી હતી. આદિત્ય હવે કટ્ટરતાથી ઇસ્લામની વાતો કરે છે અને એના માટે કંઈ પણ કરવાનો દાવો કરે છે. આ કેસમાં નોએડા ખાતેની એક મૂક-બધિર શાળાના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એમાં ઉત્તર પ્રદેશ ઉપરાંત હરિયાણા, દિલ્હી, હિમાચલ, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આદિત્યેATS ને અલીગઢની એક મૂક-બધિર વિદ્યાર્થીનો ફોટો આપ્યો હતો અને હવે તેનું ધર્માંતર થશે એમ જણાવ્યું હતું. આ મૂક-બધિર શાળામાં ૬૦ જેટલા વિદ્યાર્થીઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે અને ATSએની તપાસ કરી રહી છે. ATS ના લખનઉ, નોએડા અને કાનપુર યુનિટના અધિકારીઓએ સાંકેતિક ભાષાના એક્સપર્ટ્સ સાથે આદિત્યના ઘરે જઈને અનેક કલાકો સુધી તેની પૂછપરછ કરી હતી.