Site icon

  Atul Subhash Suicide Case:  અતુલ સુભાષની માતા પૌત્ર માટે સુપ્રીમ કોર્ટ પહોંચી, કોર્ટે આ ત્રણ રાજ્ય સરકારોને ફટકારી નોટિસ.. 

Atul Subhash Suicide Case AI engineer Atul Subhash Modi suicide case Supreme Court petition for custody of grandson

Atul Subhash Suicide Case AI engineer Atul Subhash Modi suicide case Supreme Court petition for custody of grandson

News Continuous Bureau | Mumbai

 Atul Subhash Suicide Case: બહુચર્ચિત AI એન્જિનિયર અતુલ સુભાષ મોદી આત્મહત્યા કેસનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. AI એન્જિનિયર અતુલની માતાએ તેના 4 વર્ષના પૌત્રની કસ્ટડી માટે કોર્ટના દરવાજા ખખટાવ્યા છે. અતુલની માતા અંજુ દેવી મોદીએ તેના 4 વર્ષના પૌત્રને સોંપવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. આ કેસની આગામી સુનાવણી 7 જાન્યુઆરીએ થશે.

 Atul Subhash Suicide Case: ત્રણ રાજ્ય ને નોટિસ જારી કરી 

જસ્ટિસ બીવી નાગરથના અને એન કોટીશ્વર સિંહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે અંજુ દેવી મોદીના વકીલને સંક્ષિપ્તમાં સાંભળ્યા બાદ અરજી પર નોટિસ જારી કરી હતી. આ હેબિયસ કોર્પસ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અતુલની પત્ની નિકિતા અને તેનો પરિવાર જેલમાં છે. આવી સ્થિતિમાં અતુલના 4 વર્ષના પુત્રના ઠેકાણા અંગે અરજદાર પાસે કોઈ માહિતી નથી.

 Atul Subhash Suicide Case: SCએ ત્રણ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો  

બિહારના સમસ્તીપુરની રહેવાસી અંજુ દેવીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કદાચ બાળક નિકિતાના કોઈ સંબંધી પાસે હોવું જોઈએ, પરંતુ બાળકની દેખભાળની જવાબદારી તેની દાદી પાસે હોવી જોઈએ. અરજીમાં નિકિતા ઉપરાંત યુપી, કર્ણાટક અને હરિયાણા સરકારોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કોર્ટે ત્રણેય રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને બાળક વિશે જવાબ આપવા કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો  : દેશના પહેલા CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયું હતું ક્રેશ? સંસદમાં રજૂ કરાયેલ તપાસ રિપોર્ટમાં થયો ખુલાસો.. ચોંકાવનારું છે કારણ…

 Atul Subhash Suicide Case:  અસ્થીઓને વિસર્જન કરશે નહીં

અતુલ સુભાષની માતા અંજુ મોદીએ અરજીમાં કહ્યું હતું કે તેના પૌત્ર વ્યોમને તેના દાદા-દાદી સાથે રહેવા દેવો જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, નિકિતા સિંઘાનિયાનો પરિવાર બાળકને શોધવામાં અવરોધો ઉભો કરી રહ્યો છે. અતુલનો પુત્ર તેમની સાથે સુરક્ષિત નથી. સુભાષના પિતા પવન કુમારે બાળકની કસ્ટડીની માગણી કરતા આરોપ લગાવ્યો હતો કે નિકિતા અને તેના પરિવારજનોએ અતુલને ખોટા કેસમાં ફસાવીને પૈસા માટે હેરાન કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી અતુલને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે તેની અસ્થીઓને વિસર્જન કરશે નહીં.

Exit mobile version