News Continuous Bureau | Mumbai
Ayodhya: અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક સમારોહની દેશભરના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક રામ ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની લાગણી ધરાવી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી રામના ( Ram ) વિવિધ જીવન આદર્શો વિશે ભક્તોમાં જાગૃતિ લાવવા માટે રામાનંદ સાગર ( Ramanand Sagar ) દ્વારા નિર્દેશિત ‘રામાયણ’ ( Ramayan ) સિરિયલ અયોધ્યા શહેરમાં બતાવવામાં આવી રહી છે.
નવી પેઢીમાં શ્રી રામના જીવન આદર્શો અને મૂલ્યોને સ્થાપિત કરવા યોગી સરકારે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલનું ( Serial ) અયોધ્યા શહેરમાં વિવિધ સ્થળોએ પ્રસારણ શરૂ કર્યું છે. આ માટે શહેરમાં વિવિધ સ્થળોએ LED ડિસ્પ્લે સ્ક્રીન ( LED display screen ) પણ લગાવવામાં આવી છે. જે દ્વારા લોકોને ફરી રામાયણ સિરિયલ જોવાનો મોકો મળી રહ્યો છે.
રામાયણ સિરિયલનું ટેલિકાસ્ટ 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ જગ્યાએ શરૂ ..
આ સિરિયલનું ટેલિકાસ્ટ ( telecast ) 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ સ્થળોએ શરૂ કરવામાં આવ્યું છે. ‘રામાયણ’ સીરીયલ માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા રામકથા પાર્ક મ્યુઝિયમ, કનક ભવન, શ્રી રામ આશ્રમ, અશરફી ભવન, લક્ષ્મણ કિલ્લો વગેરે સ્થળોએ સાંજે 5 થી 11 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ સિરીયલ જોવા માટે અહીંયા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેથી અયોધ્યામાં હાલ દરેક જગ્યાએ રામાયણ સિરિયલનું જ સંગીત સંભળાઈ રહ્યું છે. જેના ગીતો સંગીતકાર રવિન્દ્ર જૈને કમ્પોઝ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ