Site icon

Ayodhya: અયોધ્યા શહેરમાં આ સ્થળોએ શરૂ થયું રામાયણનું પ્રસારણ.. લોકોની ઉમટી ભીડ..

Ayodhya: નવી પેઢીમાં શ્રી રામના જીવન આદર્શો અને મૂલ્યોને સ્થાપિત કરવા યોગી સરકારે રામાનંદ સાગરની 'રામાયણ' સિરિયલનું શહેરમાં વિવિધ સ્થળોએ પ્રસારણ શરૂ કર્યું..

Ayodhya Broadcasting of Ramayana started in these places in Ayodhya city.. Huge crowd of people.

Ayodhya Broadcasting of Ramayana started in these places in Ayodhya city.. Huge crowd of people.

News Continuous Bureau | Mumbai 

Ayodhya: અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક સમારોહની દેશભરના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક રામ ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની લાગણી ધરાવી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી રામના ( Ram ) વિવિધ જીવન આદર્શો વિશે ભક્તોમાં જાગૃતિ લાવવા માટે રામાનંદ સાગર ( Ramanand Sagar ) દ્વારા નિર્દેશિત ‘રામાયણ’ ( Ramayan ) સિરિયલ અયોધ્યા શહેરમાં બતાવવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

નવી પેઢીમાં શ્રી રામના જીવન આદર્શો અને મૂલ્યોને સ્થાપિત કરવા યોગી સરકારે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલનું ( Serial ) અયોધ્યા શહેરમાં વિવિધ સ્થળોએ પ્રસારણ શરૂ કર્યું છે. આ માટે શહેરમાં વિવિધ સ્થળોએ LED ડિસ્પ્લે સ્ક્રીન ( LED display screen ) પણ લગાવવામાં આવી છે. જે દ્વારા લોકોને ફરી રામાયણ સિરિયલ જોવાનો મોકો મળી રહ્યો છે.

રામાયણ સિરિયલનું ટેલિકાસ્ટ 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ જગ્યાએ શરૂ ..

આ સિરિયલનું ટેલિકાસ્ટ ( telecast ) 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ સ્થળોએ શરૂ કરવામાં આવ્યું છે. ‘રામાયણ’ સીરીયલ માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા રામકથા પાર્ક મ્યુઝિયમ, કનક ભવન, શ્રી રામ આશ્રમ, અશરફી ભવન, લક્ષ્મણ કિલ્લો વગેરે સ્થળોએ સાંજે 5 થી 11 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ સિરીયલ જોવા માટે અહીંયા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેથી અયોધ્યામાં હાલ દરેક જગ્યાએ રામાયણ સિરિયલનું જ સંગીત સંભળાઈ રહ્યું છે. જેના ગીતો સંગીતકાર રવિન્દ્ર જૈને કમ્પોઝ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version