News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir: રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આજથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સોમવારે અયોધ્યામાં આયોજિત રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, મંગળવારે શ્રી રામ મંદિરના મુખ્ય દ્વાર પર ભક્તોની મોટી ભીડ દર્શન કરવા માટે એકઠી થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ પ્રથમ દિવસે સવારે 3 વાગ્યાથી ભક્તો શ્રી રામ લાલાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હાલમાં અયોધ્યામાં તાપમાન 6 ડિગ્રી છે. પરંતુ કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. બધા રામ રંગમાં રંગાયેલા છે.
રામલલાને જોવા ઉમટી પડી ભીડ, જુઓ વીડિયો
પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરના દરવાજા આજથી તમામ લોકો માટે ખુલી ગયા છે. હવે સામાન્ય લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. મંગળવારે એક લાખથી વધુ ભક્તો રામ મંદિર પહોંચવાનો અંદાજ છે. રામલલાના દર્શન સવારે 8 થી 10 વાગ્યા સુધી રહેશે. દર્શનનો સમય એવો છે કે લોકોને સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રામલલાના દર્શન કરવાનો મોકો મળશે. આ પછી બપોરે 3 વાગ્યાથી 10 વાગ્યા સુધી લોકો રામલલાના દર્શન કરી શકશે.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS
— ANI (@ANI) January 23, 2024
રામ મંદિરમાં રામ લલ્લાનો ભોગ આરતી બપોરે 12 કલાકે થશે અને સાંજે 7.30 કલાકે સંધ્યા આરતી થશે. આ પછી 8.30 વાગ્યે છેલ્લી આરતી કરીને રામલલાને સુવડાવવામાં આવશે. આરતી માટે ફ્રી પાસ મેળવવાના રહેશે, જે ઓનલાઈન અને ઓફલાઈન લઈ શકાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ અનુસાર, માન્ય સરકારી આઈડી બતાવીને શ્રી રામ જન્મભૂમિ સ્થિત કેમ્પ ઓફિસમાંથી ઓફલાઈન પાસ મેળવી શકાય છે. ઓનલાઈન પાસ માટે srjbtkshetra.org વેબસાઈટ પર જવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Hair care : વાળની સમસ્યા દૂર કરવા માટે સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, થશે ફાયદો..
‘જય શ્રી રામ’ના નારા
મંદિરના મુખ્ય દ્વારની સામે લાંબી કતારોમાં ઉભા રહેલા ભક્તો સતત ‘જય શ્રી રામ’ના નારા લગાવી રહ્યા છે. આ નારા સાથે તેઓ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાનો સિલસિલો ચાલુ છે. બહારગામથી આવતા ભક્તો ઉપરાંત મોટી સંખ્યામાં અયોધ્યાવાસીઓ પણ દર્શન માટે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે અયોધ્યાની હોટલો અને લોજ હાઉસફુલ થઈ ગયા છે. ઘણી હોટેલોએ રૂમના ભાડા પણ વધારી દીધા છે. બે અઠવાડિયા અગાઉથી, લોકોએ 23 જાન્યુઆરી અને તેના પછીના 80 ટકાથી વધુ રૂમ બુક કરાવ્યા હતા.