News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ગયા શુક્રવારે મળેલી કેબિનેટ બેઠકમાં ( cabinet meeting ) મંત્રીઓને કડક ચેતવણી આપી છે. પીએમ મોદીએ ખાસ કરીને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનેલઈને મંત્રીઓને એલર્ટ કર્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે આસ્થા બતાવો, પરંતુ આક્રમકતા નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ પોતાના મંત્રીઓને ( Ministers ) કોઈપણ પ્રકારની બયાનબાજીથી બચવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે મંત્રીઓએ સરકારની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન પીએમએ ( PM Modi ) મંત્રીઓને પોતપોતાના વિસ્તારોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ છે, જેમાં દેશના VVIP લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પછી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ કડક સુરક્ષા માટે પણ કહ્યું છે.
50 દેશોમાંથી લગભગ 100 મહેમાનોને અયોધ્યા માટે મળ્યું આમંત્રણ…
એક અહેવાલ મુજબ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે 125 સંત પરંપરાના સંતો અને મહાત્માઓ આ અભિષેકમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 13 અખાડા અને 6 સનાતન દર્શનના ધર્મગુરુઓ પણ ( Ram Mandir Prana Pratishtha Mahotsav ) અભિષેક સમારોહમાં ભાગ લેશે. દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે રમતગમત, મનોરંજન, વિજ્ઞાન, ન્યાય અને અન્ય ક્ષેત્રોમાંથી અઢી હજાર લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર 50 દેશોમાંથી લગભગ 100 મહેમાનો પણ અયોધ્યા પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Land For Job Scam: નોકરીના બદલે જમીન કૌંભાડ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી.. ED એ નવી ચાર્જશીટ કરી ફાઈલ.. જાણો વિગતે..
સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર, દેશના તમામ રાજ્યો ઉપરાંત વિદેશમાં આવેલી વિવિધ ભારતીય દૂતાવાસોમાં પણ રામ લલ્લાના અભિષેકનું સીધું પ્રસારણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનું 22 જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ-વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત પણ કરશે.