News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે. તે માટે હાલ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, અયોધ્યામાં આ ઉદ્ઘાટન સમારોહ માટે રામ ભક્તો પણ આતુર છે. ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અયોધ્યાની હવાઈ મુસાફરી મોંઘી રહેવાની અપેક્ષા છે. અયોધ્યાની ફ્લાઈટની ટિકિટ ( Flight ticket ) દુબઈ, સિંગાપોર કરતાં પણ મોંઘી છે. અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ થતાં એરલાઈન્સે ટીકીટ ભાડામાં વધારો કર્યો છે.
એક અહેવાલ અનુસાર, હાલમાં, રામ ભક્તો અયોધ્યામાં ( Ayodhya ) રામ મંદિરના ઉદ્ઘાટન ( Inauguration ) સમારોહમાં હાજરી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભક્તોનો પ્રવાહ સતત વધતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, અયોધ્યા માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ થવાને કારણે હવાઈ મુસાફરીના ( air travel ) દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અયોધ્યાની ટિકિટ દુબઈ અને બેંગકોક કરતા પણ મોંઘી છે.
પ્રથમ તબક્કામાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હીથી અયોધ્યા માટે ફ્લાઈટો શરુ કરવામાં આવી છે…
શું છે ( Flight prices ) ફ્લાઈટની કિંમતો…
મુંબઈથી દુબઈ – 16,937
મુંબઈ થી સિંગાપોર -13,800
મુંબઈ થી બેંગકોક – 16,937
મુંબઈથી અયોધ્યા – 20,700
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ ઉદ્ધાટન માટે તૈયાર.. તો આ પુલ પર પ્રવાસ કરતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો..
અયોધ્યામાં ‘મર્યાદા પુરષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ( Maryada Purushottam Shri Ram International Airport ) નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ‘ઈન્ડિગો’ ( Indigo ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી ઈન્ડિગો કંપનીએ 6 જાન્યુઆરીથી અયોધ્યાથી મુંબઈની કોમર્શિયલ ફ્લાઈટ્સ પણ શરૂ કરી હતી. 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ ખાતે રામલલ્લાની મુર્તિનો અભિષેક સમારોહ યોજાશે. આ માટે રામ મંદિરની તૈયારી અંતિમ તબક્કામાં છે. દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પ્રવેશ કરશે. તેથી ઈન્ડિગોએ હાલ મુંબઈથી પણ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના તમામ મહાનુભાવોને આમંત્રણ પત્રો પણ મોકલવામાં આવ્યા છે. આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 6000 થી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. આ દિવસ ભારતમાં એક મોટા તહેવારની જેમ ઉજવવામાં આવશે. અયોધ્યામાં રામલાલ્લાની મુર્તિનો અભિષેક સમારોહ માટે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારે સવારે 11 વાગ્યે મંદિરમાં પ્રવેશ કરવો પડશે. ઇવેન્ટ કેટલા કલાક ચાલશે? ઇવેન્ટમાં કઈ વસ્તુઓ લાવવી ગેરકાયદેસર છે? આ તમામ બાબતો આમંત્રણ પત્રમાં લખેલી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી વિશેષ વિધિ કરવામાં આવશે. આ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં વિવિધ સંપ્રદાયોના સંતો પણ ઉપસ્થિત રહેશે તેવી માહિતી આપવામાં આવી છે.