Site icon

Ayodhya Shri Ram Mandir : કર્ણાટક સરકારે રાજકીય ત્રાગુ શરૂ કર્યું, ત્રણ દશક જુના કેસમાં કારસેવકને ફિક્સ કરી દીધો. હવે થશે રાજકીય ધમાલ.

Ayodhya Shri Ram Mandir : Ayodhya Shri Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન જેમ જેમ નજીક આવી રહ્યું છે. તેમ, કર્ણાટક પોલીસ વિભાગે ત્રણ દાયકા પહેલા રામ મંદિર આંદોલનમાં ભાગ લેનારા હિન્દુઓ સામે તપાસ શરૂ કરી છે.

Ayodhya Shri Ram Mandir Ahead of Ram Lalla's Abhishek, 3 decades old case reopened, Karnataka police arrested one..

Ayodhya Shri Ram Mandir Ahead of Ram Lalla's Abhishek, 3 decades old case reopened, Karnataka police arrested one..

News Continuous Bureau | Mumbai 

Ayodhya Shri Ram Mandir : 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તે પહેલા કર્ણાટકની ( Karnataka ) કોંગ્રેસ ( Congress ) સરકારની પોલીસે 30 વર્ષ પહેલા રામ મંદિર આંદોલનમાં ( Ram Mandir Movement ) ભાગ લેનારા હિન્દુઓ ( Hindus ) સામે તપાસ શરૂ કરી છે. તાજેતરના માહિતી અનુસાર, પોલીસે શ્રીકાંત પૂજારીની 1992ના ત્રણ દાયકા પહેલા થયેલા આ આંદોલન સાથે સંબંધિત કેસમાં ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Community

જેના કારણે તાજેતરમાં રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિન્દુઓ પર ધરપકડની તલવાર લટકી રહી છે. IANSના અહેવાલ મુજબ, આ મુદ્દે પોલીસ વિભાગે એક વિશેષ ટીમ બનાવી છે. આ ટીમે 1992ના રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા મામલામાં ‘શંકાસ્પદ’ લોકોની યાદી તૈયાર કરી છે.

શું છે આ સંપુર્ણ મામલો…

તમને જણાવી દઈએ કે આ આંદોલનમાં ( agitation ) કટ્ટરપંથી મુસ્લિમોની ( Muslims ) હિંસાને કારણે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો વચ્ચે સાંપ્રદાયિક સંઘર્ષ થયો હતો. આ ક્રમમાં 5 ડિસેમ્બર, 1992ના રોજ હુબલીમાં મલિક નામની વ્યક્તિની દુકાનમાં આગ લાગી હતી. શ્રીકાંત પૂજારીને આ કથિત આગના સંબંધમાં હુબલી પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને હવે તે કોર્ટની દેખરેખ હેઠળ છે. પૂજારી આ કેસમાં ત્રીજો આરોપી છે. પોલીસ આ કેસમાં અન્ય 8 આરોપીઓને શોધી રહી છે. તેવી જ રીતે હુબલી પોલીસે 300 શંકાસ્પદ લોકોની યાદી બનાવી છે. પોલીસનો દાવો છે કે આ લોકો 1992 અને 1996 વચ્ચે થયેલા સાંપ્રદાયિક સંઘર્ષ સાથે જોડાયેલા છે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya: કર્ણાટકના આ મૂર્તિકાર બન્યા ભાગ્યશાળી. રામ મંદિર માં તેમની બનાવેલી મૂર્તિ સ્થાપિત થશે, જાણો વિગત. જુઓ વિડિયો.

આ સાથે જ હિન્દુ સંગઠનોએ ( Hindu organizations ) કોંગ્રેસ સરકારની વર્તમાન કાર્યવાહીની આકરી નિંદા કરી છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે ભાજપ ( BJP ) અને હિન્દુ સંગઠનોના ઘરે- ઘરે પ્રચારને સહન કરી શકતી નથી. એટલા માટે તે 30 વર્ષ પહેલાના કેસની તપાસ શરૂ કરવાની રણનીતિ અપનાવી રહી છે.

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Exit mobile version