ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
અયોધ્યા નગરી સંપૂર્ણપણે રામમય બનવા જઈ રહી છે. દરેક ચોરા પર એક એક રામની પ્રતિમા મુકવામાં આવશે. આ પ્રતિમા એટલી ઊંચી હશે કે દૂરથી પણ ભક્તો અને પ્રવાસીઓ જોઈ શકશે. દરેક મૂર્તિમાં ભગવાન રામના અલગ અલગ સ્વરૂપ જોઇ શકાશે. આ મૂર્તિઓમાં રામલલ્લા નો દેશનિકાલ, ધનુષધારી, રાજારામ, શિકારી રામ, ઉપદેશ રામ જેવા રૂપો કંડારવામાં આવશે. આ મૂર્તિઓ પર લગભગ 1 કરોડથી વધુ રૂપિયા નો ખર્ચ આવશે. આમ અયોધ્યામાં મંદિર નિર્માણ પહેલા અયોધ્યા નગરી પ્રભુ રામમય થઈ જશે.
અયોધ્યામાં રામમંદિર નિર્માણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના નિર્માણ માટે 70 એકર જમીનનો નકશો બનાવીને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 'અયોધ્યા વિકાસ ઓથોરિટીને' મોકલવામાં આવ્યો છે. આ નકશા પર આગામી એક-બે દિવસમાં મહોર લાગી જવાની સંભાવના છે. ત્યારબાદ રામ મંદિરનો પાયો ખોદવાનું કામ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા થી શરૂ થશે એવું આયોજન કરવામાં આવ્યું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com