News Continuous Bureau | Mumbai
Ayodhya: લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ફૈઝાબાદ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની ( BJP ) હાર બાદ વહીવટીતંત્રે યુ-ટર્ન લીધો છે અને અયોધ્યાના વિકાસને લઈને પોતાની નીતિઓમાં હવે ફેરફાર કર્યો છે. જેના કારણે વહીવટીતંત્ર દ્વારા પાંચ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રામનગરી અયોધ્યામાં રામ મંદિરના ( Ayodhya Ram Mandir ) નિર્માણ બાદ આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી – 2024માં ( Lok Sabha Elections – 2024 ) ભારતીય જનતા પાર્ટી ફૈઝાબાદ લોકસભા સીટ ( Faizabad Lok Sabha Seat ) પર હારી ગયા બાદ હારનું કારણ તપાસમાં લાગી હતી અને તેથી સરકાર તથા વહીવટીતંત્રે હવે અહીં ડેમેજ કંટ્રોલમાં તેના નિતિનિયમોમાં મોટો બદલાવ જાહેર કર્યો હતો.
Ayodhya: છેલ્લા 20 દિવસમાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પાંચ મોટા નિર્ણયો લેવાયા…
છેલ્લા 20 દિવસમાં સરકાર અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પાંચ મોટા નિર્ણયો હેઠળ, અયોધ્યામાં હવે જૂના મંદિરોને તોડવામાં આવશે નહીં. આ સિવાય અયોધ્યાના નાગરિકોના વાહનો પણ હવે કોઈપણ પ્રતિબંધ વિના શહેરમાં પ્રવેશી શકશે. આ અગાઉ લોકસભા ચૂંટણીના પરિણામ સુધી અયોધ્યામાં માત્ર નેતાઓ અને અધિકારીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. તેથી લોકોમાં રોષ હતો. જો કે, હવે નિયમોમાં ફેરફાર કરાતા તમામ નાગરિકોની ગાડીઓને પણ હવે શહેરમાં પ્રવેશવાની પરવાની આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Madhya Pradesh: મધ્ય પ્રદેશના બડવાનીમાં હવે ઈન્ટર કાસ્ટ લગ્ન પર થશે 5 લાખનો દંડ, આદિવાસી સમૂહની બેઠકમાં મોટો નિર્ણય..
તેમજ અયોધ્યાના લોકોના વાહનો શહેરમાં પ્રવેશવાના કારણે હવે VIP કલ્ચર ( VIP culture) પણ ખતમ હવે થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના આ પગલાને હવે ડેમેજ કંટ્રોલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ સિવાય એરો સિટી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફ્લાયઓવરના પ્રસ્તાવને રદ કરવા ઉપરાંત, અયોધ્યા વિકાસના સ્થાપિત દુકાનદારોને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેમને વ્યાજ વગર દુકાનો ફાળવવામાં આવશે. અયોધ્યા સાથે જોડાયેલા 41 ગામોને મહાનગરપાલિકામાં સામેલ કરીને ત્યાંની પ્રાથમિક સુવિધાઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તેમજ તેમની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરાશે.