Site icon

Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી

Ayodhya's Deepotsav 2025: રામનગરી અયોધ્યામાં આ વખતે ઇતિહાસ રચાશે. સરયુ નદીના કિનારે, રામ કી પૈડી સહિત અન્ય ઘાટ પર 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

Ayodhya's Deepotsav 2025 to Set New Guinness World Record with Over 26 Lakh Diyas

Ayodhya's Deepotsav 2025 to Set New Guinness World Record with Over 26 Lakh Diyas

News Continuous Bureau | Mumbai

અયોધ્યા દીપોત્સવમાં આ વખતે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. 26 લાખથી વધુ દીવાઓથી સરયુ નદીનો કિનારો, રામ કી પૈડી અને અન્ય ઘાટ ઝળહળી ઉઠશે. આ માટે પર્યટન વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રામનગરી અયોધ્યામાં એકવાર ફરી પોતાનો જ રેકોર્ડ તોડવાની તૈયારીઓ ચાલી રહી છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું કે વિભાગની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. અયોધ્યામાં 2017થી ભવ્ય અને દિવ્ય દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવણી થશે.

Join Our WhatsApp Community

વિશ્વસ્તર પર અયોધ્યાની ઓળખ વધુ મજબૂત થશે

મંત્રીએ જણાવ્યું કે, દીપોત્સવ ફક્ત અયોધ્યાની સાંસ્કૃતિક ભવ્યતાને જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે તેની ઓળખને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજા દીપોત્સવને ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રામ કી પૈડી સહિત અન્ય ઘાટ પર આ વખતે 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. આ સાથે જ, સરયુ નદીના કિનારે અત્યાર સુધીની સૌથી મોટી આરતીનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં 1100થી વધુ ધર્માચાર્યો, સંત-મહાત્માઓ અને નગરજનો ભાગ લેશે. આયોજનના ત્રણ દિવસ પહેલાંથી સ્થળ પર તૈયારીઓ શરૂ કરવામાં આવશે અને ગિનિસના ધોરણો મુજબ ડિઝાઇન વગેરેનું સંકલન કરવામાં આવશે.’

આ સમાચાર પણ વાંચો : Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ

જવાબદારી કોણ નિભાવશે?

આ વર્લ્ડ રેકોર્ડ માટે વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો સહયોગ કરશે. સ્વયંસેવકો ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ધોરણો મુજબ દીવાઓની સજાવટ, દીવા પ્રગટાવવા, ગણતરી અને ચકાસણીની જવાબદારી નિભાવશે. દીપોત્સવ માટે પર્યટન વિભાગ, જિલ્લા પ્રશાસન, અવધ વિશ્વવિદ્યાલય અને અન્ય સંસ્થાઓ સાથે સતત સંકલન કરી રહ્યું છે. મુખ્ય સચિવ (પર્યટન અને સંસ્કૃતિ) મુકેશ કુમાર મેશરામે કહ્યું કે, દીપોત્સવ આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને દર્શાવે છે. આ વર્ષે અયોધ્યામાં આયોજિત દીપોત્સવને ગયા વર્ષોની સરખામણીમાં વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Manipur clashes: મણિપુરના ચુરાચાંદપુરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, અથડામણમાં UKNAના આટલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા
Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Exit mobile version