ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
24 જુન 2020
બાબા રામદેવે ગઈકાલે ધામધૂમથી કોરોનાની આયુર્વેદિક દવા તરીકે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા બજારમાં લોન્ચ કરી છે. જેના પ્રચાર પ્રસાર પર કેન્દ્રીય મંત્રાલય હવે રોક લગાવી દીધી છે આ સાથે જ ઉત્તરાખંડ સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે. જ્યારે ઉત્તરાખંડ આયુષ મંત્રાલયની દલીલ છે કે, તેમણે પતંજલિ ને ઇમ્યુનિટી બુસ્ટરની દવા ઉત્પાદન કરવાનું લાયસન્સ આપ્યું હતું.
હવે આયુષ મંત્રાલએ બાબા રામદેવની પતંજલિ પાસે કરોના સંશોધન કર્યા હોવાના દાવા સબંધી માહિતીઓ પુરાવા સહિત માંગી છે. આ સાથે જ મંત્રાલય એ તપાસ પણ કરશે કે આ દવા, કોરોનાની દવા કેવી રીતે બની ગઈ!? અને દવાની કીટનું વિજ્ઞાપન કેમ કોરોનાની દવા તરીકે કરવામાં આવી રહ્યું છે. કારણ કે પતંજલિ ને આપવામાં આવેલા લાયસન્સમાં તાવ, શરદી, ખાંસીની દવા બનાવવાની પરવાનગી હતી. તેને કોરોના ની દવા કહી કેમ બજારમાં મુકી એની ઊંડી તપાસ મંત્રાલય કરશે.
બીજી બાજુ પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ નું કહેવું છે કે "તેઓની દવા 100 ટકા સાચી છે અને કોરોનામાં ઉપયોગી થશે એ દાવો પણ સાચો જ છે. કેન્દ્રીય આયુષ મંત્રાલએ આ ઘટના સંબંધી જે કંઈ માહિતી મંગાવી છે તે અમે સરકારને રજુ કરી છે" સાથે જ આયુષ મંત્રાલયએ પણ સ્પષ્ટતા કરવી પડી છે કે બાબા રામદેવની પતંજલિ દ્વારા કરવામાં આવેલા દાવાઓ અંગે તેમને કોઈ માહિતી નથી અને તેમને પણ સમાચાર માધ્યમથી જ આ ઉત્પાદનની જાણ થઈ છે..
આ સઘળા વિવાદ વચ્ચે યોગના ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com