ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
દિલ્હી સ્થિત માલવીય નગરમાં આવેલા 'બાબા કા ઢાબા' કેસમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઢાબાના માલિક કાંતા પ્રસાદનો વિડિઓ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર મુકનાર યુવાન વિરુદ્ધ ધનની હેરાફેરીની ફરિયાદ નોંધાવી છે. બાબાનો આરોપ છે કે તેમનો વીડિયો બનાવનાર યુટ્યુબર યુવકે છેતરપિંડી કરી છે. ફરિયાદ અનુસાર લોકોએ બાબાને જે લાખો રૂપિયાની આર્થિક મદદ કરી હતી, તેમાં હેરાફેરી થઇ છે.
આખી હકીકત મુજબ એક યુટ્યુબરએ ગયા મહિનાની શરૂઆતમાં પોતાના સોશિયલ મીડિયા પર ‘બાબા કા ઢાબા’ અંગે વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કાંતા પ્રસાદ અને તેમના પત્ની કોરોના બાદ લોકડાઉન દરમાં એક પણ રૂપિયા કે અનાજનો દાણો ઘરમાં ન હોવાની આપબિતી વર્ણવી હતી.. યુવકે મુકેલો આ વીડિયો વાયરલ થયા બાદ ‘બાબા કા ઢાબા’ પર લોકોની ભારે ભીડ એકત્ર થવા લાગી હતી. તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને મદદ કરવાનો પણ બંદોબસ્ત કરાયો. પ્રસાદનો આરોપ છે કે અહીં જ યુવાને ગડબડી કરી છે. બાબાના મતે યુવકે જાણીજોઇને માત્ર પોતાના અને પોતાના પરિવારવાળાની જ બેન્ક ડિટેલ્સ શેર કરી મદદ માટે આવેલાં ઘણા રૂપિયા જમા કરાવી લીધા. તેમણે એ પણ આરોપ મૂકયો કે યુવાને તેને કોઇ લેવડ-દેવડની માહિતી પણ આપી નથી.
આ યુટુબરે પઓતાની સફાઇમાં પોતાના ફેસબુક એકાઉન્ટ પર બેંક સ્ટેંટમેન્ટ જાહેર કરીને મદદમાં મળેલી રકમની જાણકારી આપી છે. ઢાબા સંચાલક કાંતા પ્રસાદે જણાવ્યું કે આ દરમિયાન તેમની પાસે કેનેડા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોથી ફોન આવ્યા હતા. અને લોકોએ તેમને આર્થિક મદદ કરવાની વાત કરી હતી અને અનેકે મદદ પણ કરી હતી. આમ તેમના ખાતામાં લાખો રૂપિયા જમા થયા હતા પરંતુ યુવાને ખાલી બે લાખ રૂપિયા જ તેમને આપ્યાં છે. તેમણે કહ્યું કે મારી પાસે હવે એટલા ગ્રાહક નથી આવતા. અને મોટાભાગના લોકો અહીં ખાલી સેલ્ફી લેવા માટે જ આવે છે…