ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
બાબા રામદેવ ફરી વિવાદોમાં.. બાબા રામદેવ દ્વારા ખાસ કોરોનાની દવા તરીકે લોન્ચ કરાયેલી કોરોનીલ દવાને રાજસ્થાનમાં પ્રતિબંધિત બાદ મહારાષ્ટ્રમાં પણ રોક લગાવવામાં આવી છે આની જાણકારી ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા આપવામાં આવી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે આ દવાની કેટલા લોકો પર અને ક્યારે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે તેના કોઇ પુરાવા કે માહિતી ન હોવાને કારણે, દવાને કોરોનાની દવા તરીકે મહારાષ્ટ્રમાં વેચવાની મંજૂરી આપી શકાય નહીં, અને જે કોઈ વિક્રેતા કોરોનીલ ને કોરોનાની દવા તરીકે વેચશે તેના પર કાનૂની કાર્યવાહી કરવાની વાત પણ દેશમુખે કરી છે..
બીજી બાજુ રાજસ્થાન ના આરોગ્ય મંત્રી ડોક્ટર રઘુ શર્માએ પણ મીડિયાને માહિતી આપી હતી કે આ દવા પર રાજસ્થાન માં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, કારણ કે બાબાએ માર્કેટમાં મૂકેલી દવાને આયુષ મંત્રાલયએ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે માન્યતા આપી હતી. જે તાવ શરદી અને ખાંસી માટે હતી. પરંતુ જ્યારે એને કોરોનાની આયુર્વેદિક દવા તરીકે બાબાએ પ્રચાર-પ્રસાર કરવા માંડ્યો અને વિવાદ વકર્યો, ત્યારબાદ રાજસ્થાન સરકારે આખા રાજ્યમાં પતંજલિની આ દવાના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે....
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com