ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં બૅન્કમાં રજાઓ પણ સળંગ પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે. ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા હૉલિડે લિસ્ટ અનુસાર તહેવારોની સિઝનને કારણે આગામી મહિનામાં બૅન્કો 17 દિવસ બંધ રહેશે. જો તમે પણ નવેમ્બરમાં બૅન્ક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા નીચે આપેલી રજાઓને ચેક કરી લેજો.
રિઝર્વ બૅન્કની માર્ગદર્શિકા અનુસાર બૅન્કો રવિવારે તેમ જ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ, RBIએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ ઉપરાંત મહિનામાં ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે.
NCBના અધિકારી સમીર વાનખેડે હિંદુ કે મુસલમાન? આ અધિકારીના અંગત જીવનનો વિવાદ કેડો મૂકતો નથી; જાણો વિગત
નવેમ્બર મહિનામાં આવનારી રજાઓની સૂચિ
1 નવેમ્બર- કન્નડ રાજ્યોત્સવ/ Kut બૅન્ગલુરુ અને ઇમ્ફાલમાં બૅન્ક બંધ.
3 નવેમ્બર- નરક ચતુદર્શી-બૅન્ગલુરુમાં બૅન્ક બંધ.
4 નવેમ્બર – દિવાળી અમાવસ્યા (લક્ષ્મીપૂજા) / દીપાવલી / કાળી પૂજા – બૅન્ગલુરુ ઉપરાંત તમામ રાજ્યોમાં બૅન્કો બંધ.
5 નવેમ્બર – દિવાળી (બાલી પ્રતિપદા) / વિક્રમ સંવત નવું વર્ષ / ગોવર્ધન પૂજા – અમદાવાદ, બેલાપુર, બૅન્ગલુરુ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બૅન્કો બંધ.
6 નવેમ્બર – ભાઈબીજ / ચિત્રગુપ્ત જયંતી / લક્ષ્મીપૂજા / દીપાવલી / નિંગોલ ચકોબા – ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનૌ અને સિમલામાં બૅન્કો બંધ.
7 નવેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા).
10 નવેમ્બર – છઠપૂજા / સૂર્ય ષષ્ઠી દળ છઠ – પટના અને રાંચીમાં બૅન્કો બંધ.