ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
ખાડી દેશ કુવૈત એ કોવિડ 19 ની મહામારી ને પગલે કડક પગલાં ભર્યા છે. જે અંતર્ગત તેમના દેશમાં ભારતીય નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે.. કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ફિલિપાઇન્સ થી આવનારા તમામ નાગરિકો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ઉપરોક્ત દેશ સિવાયના પ્રવાસીઓને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે.
કુવૈતમાં 1 ઑગસ્ટથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવામાં આવશે. જે પાછલા સાડા ત્રણ મહિનાથી બંધ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, જો ભારતીયો પર પ્રતિબંધ લાગુ કરાશે તો ખાડી દેશોમાં નોકરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે. જે લોકો ભારત જઈને મહામારીને કારણે ફસાઈ ગયા છે એવા અસંખ્ય લોકોનો છે પરિવાર કુવૈતમાં રહી ગયો છે અને પરત ફરવા ઈચ્છે છે. જેમાંથી ઘણા લોકોના તો વિઝા પણ સમાપ્ત થઈ ગયા છે.' એવું કુવૈત માં રહેતા ભારતીયો એ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કુવૈત સરકારે ભારતીય કામદારો માટે એક નવો મુસદ્દો તૈયાર કર્યો છે. જેમાં ભારતીય લોકો માટે 15 ટકાનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. જો આ કાયદો લાગુ થાય તો લગભગ સાડા આઠ લાખ ભારતીયોએ સ્વદેશ પરત ફરવું પડશે. આ સંદર્ભે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી કે, "તેઓ ભારતીય નાગરિકો પર મુકવામાં આવેલા પ્રતિબંધથી વાકેફ છે અને આ મામલે ઉચ્ચ પ્રશાસનિક સ્તરે ઉકેલ શોધવાના પ્રયાસો ચાલુ છે."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com