ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
દેશમાં નિર્માણ થયેલી કોલસાની અછત ઓક્ટોબર મહિનામાં મહાવિતરણને ભારે પડી છે. જોકે હવે તેની અસર ગ્રાહકોના ખિસ્સાને પણ પડવાની છે. આગામી સમયમાં વીજ ગ્રાહકોને વધારાનો ભાર સહન કરવો પડે એવી શક્યતા છે.
સામાન્ય રીતે મહાવિતરણ કેન્દ્રીય પાવર એક્સચેન્જમાંથી મહિનામાં 220થી 270 મિલિયન યુનિટની વીજળી ખરીદી કરવામાં આવતી હોય છે, તેની પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઓક્ટોબર મહિનામાં પણ મહાવિતરણે હંમેશા મુજબ 276 મિલિયન યુનિટની વીજળીની ખરીદી કરી હતી.
કોલસાની અછતને કારણે આ વીજળીનો દર પ્રતિ યુનિટનો દર સરેરાશ સાડા સાત રૂપિયા હતો. તો પહેલા પખવાડિયામાં 16થી 17 રૂપિયા પ્રતિયુનિટ હતો. તેથી મહાવિતરણને લગભગ 208 કરોડ રૂપિયા ગણવા પડયા હતા. આ વધારાના પૈસા મહાવિતરણે ખર્ચયા હતા, તે હવે ગ્રાહકોના ખિસ્સામાંથી વસૂલવામાં આવવાના છે.
વીજળીની માગ વધુ હોવા સામે ચોમાસામાં ભારે વરસાદને કારણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં દેશમાં કોલસાની અછત નિર્માણ થઈ હતી. તેની સીધી અસર વીજ ઉત્પાદન પર થઈ હતી.
ભારતની હરનાઝ સંધૂએ 21 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, જીત્યો આ ખિતાબ; જાણો વિગતે
મહાવિતરની સાથે જ ખાનગી વીજ કંપનીઓને પણ લગભગ 30,000 મેગાવોટ કરતા વધુ વીજળીની ખરીદીનો કરાર હોવા છતાં તમને દસથી બાર હજાર મેગાવોટ જેટલી ઓછી વીજળી ઉપલબ્ધ થઈ હતી. તેથી મહાવિતરણને ખુલ્લા બજારથી પાવર એક્સચેન્જમાંથી ઓક્ટોબર મહિનાના પહેલા પખવાડિયામાં દરરોજ 15-16 રૂપિયા મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરવી પડી હતી. તે માટે પ્રતિયુનિટ 17 રૂપિયા ચુકવવા પડયા હતા. તેથી આખા મહિના દરમિયાન ખરેદેલી વીજળી માટે વધારાના 208 કરોડ રૂપિયા ચૂકવવા પડયા હતા. સપ્ટેમ્બરમાં લગભગ બમણી વીજળી ખરીદીને પણ 196 કરોડ રૂપિયા ખર્ચવા પડયા હતા. તો નવેમ્બરમાં 236 મિલિયન યુનિટ વીજળી માટે ફક્ત 67 કરોડ રૂપિયા ખર્ચવા પડયા હતા. વીજળી માટે ત્રણ ગણા રકમ ચૂકવી હતી, તેનો બોજો હવે ગ્રાહકોને પડવાનો છે.