નાના બાળકોએ માસ્ક પહેરવા કે નહીં? કેન્દ્ર સરકારે બહાર પાડી તેને લઈને નવી માર્ગદર્શિકા; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022

શુક્રવાર.

દેશમાં રોજ નોંધાઈ રહેલા કોરોનાના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ખાસ કરીને  તેમાં બાળકોને માસ્ક પહેરવાથી લઈને તેમની સારવાર માટેની નવી સૂચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નવા સૂચનો ખૂબ જ મહત્વના છે.

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર બાળકો માટે માસ્ક પહેરવાની લઈને સ્પષ્ટતા કરી છે કે પાંચ  વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. એ જ રીતે, કોરોના ચેપની ગંભીરતાને જોતા, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે એન્ટિવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝના ઉપયોગની ભલામણ કરી શકાતી નથી. બાળકો માટે કોવિડની માર્ગદર્શિકામાં કેન્દ્ર સરકારે એ જણાવ્યું હતું કે જો સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેને ઓછામાં ઓછા 10 થી 14 દિવસ ડાયલ્યૂટ કરીને આપવું જોઈએ. 

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ રાજ્યમાં છે સૌથી વધુ સક્રિય કેસ- આરોગ્ય સચિવ

આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ પાંચ  વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી. 6-11 વર્ષની વયના બાળકો તેમના માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે માસ્ક પહેરી શકે છે. 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકો જેવા જ માસ્ક પહેરવા જરૂરી છે. 
મંત્રાલયે જણાવ્યું હતું કે અલગ-અલગ દેશોમાંથી ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટથી થતો ચેપ ઓછો ગંભીર છે. પરંતુ તેની કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment