દેશવાસીઓ સાવધાન, જો તમને સો. મીડિયામાં કોઈ પણ લિન્ક દ્વારા પૈસા કમાવવાના કીમિયાનો મેસેજ આવે તો તેને ન કરતા ક્લિક; જાણો શા માટે?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

બુધવાર

દેશ અને દુનિયામાં ઝડપથી વધી રહેલા ડિજિટલ વ્યવહારો અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અને ડિજિટલ છેતરપિંડીના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. હેકરો નાણાકીય છેતરપિંડી કરવા અને તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરવા માટે ઘણી રીતનો ઉપયોગ કરે છે. આમાંની એક રીત એ છે કે વ્હૉટ્સઍપ પરના મૅસેજની લિંક દ્વારા યુઝર્સના બૅન્ક ખાતામાં પ્રવેશ કરવો. વ્હૉટ્સઍપ પર પૈસાની લાલચ આપતા મૅસેજ દરરોજ આવતા રહે છે.

 ઘણી વખત બધું ગુમાવ્યા પછી ખબર પડે છે કે તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો. આજકાલ ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપની અમૂલના નામે લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો તમને અમૂલ તરફથી દર મહિને 6,000 રૂપિયા કમાવાની તક આપતો સંદેશ પણ મળ્યો હોય તો સાવચેત રહો.

ડ્રગ્સ મામલે આર્યન ખાનની ધરપકડ પર આ નેતાએ આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન, કહ્યું- 'મુસ્લિમ હોવાના કારણે પરેશાન કરવામાં આવે છે'

મૅસેજમાં મોકલવામાં આવેલી લિન્ક દ્વારા છેતરપિંડી થશે, અમૂલના નામે મોકલવામાં આવી રહેલી આ લિન્ક પર ક્લિક કરીને, તમે એક વેબસાઇટ પર પહોંચશો. અમૂલનો લોગો આ પેજની ટોચ પર મૂકવામાં આવ્યો છે.  ‘અમૂલ 75મી વર્ષગાંઠ’ અને ‛અભિનંદન’ તળિયે મોટા અક્ષરોમાં લખેલું છે. એની નીચેની એક લાઇનમાં લખ્યું છે કે ‛તમને પ્રશ્નાવલી દ્વારા 6000 રૂપિયા મેળવવાની તક મળશે.’ આની નીચે તમે પ્રશ્ન જોશો. આ જવાબ આપ્યા પછી તમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે. આ પછી તમારી સ્ક્રીન પર 9 બૉક્સ બનાવવામાં આવશે, જે અમૂલના લોગોની જેમ ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આમાં તમને કોઈ પણ એક બૉક્સ પર ક્લિક કરવાની ત્રણ તક આપવામાં આવશે. જો તમે બૉક્સ પર ક્લિક કરો છો તો તમે રૂ. 6000 જીતી શકશો.

આ બધું અહીં સમાપ્ત થતું નથી, આ છેતરપિંડીની સૌથી મોટી રમત એ છે કે જ્યારે તમે 20 મિત્રો અથવા 5 વ્હૉટ્સઍપ ગ્રૂપમાં આ લિન્ક શૅર કરશો ત્યારે તમને આ 6,000 રૂપિયા મળશે. રસપ્રદ વાત એ છે કે નીચે કેટલીક ટિપ્પણીઓ પણ બતાવવામાં આવી છે, જેમાં ઘણા લોકોએ લખ્યું છે કે તેમને 6,000 રૂપિયા મળ્યા છે. કોઈએ લખ્યું છે કે આ અભિયાન પદ્ધતિ ખૂબ સારી છે. આ આખી સાઇટ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે કોઈ પણ શિક્ષિત વ્યક્તિ પહેલાં તો છેતરાઈ શકે.

અમૂલે જાહેર હિતમાં સંપૂર્ણ માહિતી જાહેર કરી છે. અમૂલે એક ટ્વીટમાં લખ્યું છે કે અમૂલ દ્વારા જાહેર હિતમાં જારી કરવામાં આવ્યું છે. આ માહિતી તમારી જાણ માટે છે કે સ્પેમ લિન્ક સાથે વ્હૉટ્સઍપ અને અન્ય સોશિયલ મીડિયા પર ફેક મૅસેજ શૅર કરવામાં આવી રહ્યો છે. આ લિન્ક પર બિલકુલ ક્લિક કરશો નહીં. એ આગળ જણાવે છે કે અમૂલ આવું કોઈ અભિયાન ચલાવી રહ્યું નથી. આ સંદેશ તમારા મિત્રો અને પરિવાર સાથે શક્ય હોય એટલો વધુ શૅર કરો.

‛હેકર્સ તમારા પૈસા પર હાથ સાફ કરી શકે છે’

ઈ-સાયબર પ્લેનેટે તેના સાયબર નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે આ લિન્કમાં વાયરસ છે. આ એક કૌભાંડ હોઈ શકે છે, જ્યાં છેતરપિંડી કરનારા તમારા પૈસા, વ્યક્તિગત ડેટા અથવા અન્ય માહિતી શોધી શકે છે. જ્યારે ઈ-સાયબર પ્લેનેટે લિન્કનું સરનામું તપાસ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે અમૂલની સત્તાવાર વેબસાઇટ પરથી નથી. હેકરો એનો ઉપયોગ તમારા ફોન અથવા કૉમ્પ્યુટર પર માલવેર અથવા વાયરસ ઇન્સ્ટોલ કરવા માટે પણ કરી શકે છે. જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી આવો મૅસેજ મળે તો તેને વ્હૉટ્સઍપ પર સ્કેમ તરીકે રિપૉર્ટ કરો અને એને બ્લૉક કરો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More