Site icon

કોવીન પર લિસ્ટ થઈ નેઝલ વેક્સિન, ગણતંત્ર દિવસથી લોકો લઇ શકશે નાક વાટે લેવાતી વેક્સિન

આખી દુનિયામાં કોરોના ના કારણે સર્જાયેલી તબાહીનો દરેકને અનુભવ થયો છે. આવી સ્થિતિમાં રસીકરણને કોરોના સામેનું સૌથી મહત્વનું શસ્ત્ર માનવામાં આવે છે. દરમિયાન, ભારત બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ નાકની રસી 'ઇન્કોવેક' 26 જાન્યુઆરીથી લોકો માટે ઉપલબ્ધ થશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા ઇલાએ આ માહિતી આપી છે.

Bharat Biotech to launch first ever intranasal Covid-19 vaccine on 26th January

કોવીન પર લિસ્ટ થઈ નેઝલ વેક્સિન, ગણતંત્ર દિવસથી લોકો લઇ શકશે નાક વાટે લેવાતી વેક્સિન

News Continuous Bureau | Mumbai

આખી દુનિયામાં કોરોના ના કારણે સર્જાયેલી તબાહીનો દરેકને અનુભવ થયો છે. આવી સ્થિતિમાં રસીકરણને કોરોના સામેનું સૌથી મહત્વનું શસ્ત્ર માનવામાં આવે છે. દરમિયાન, ભારત બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ નાકની રસી ‘ઇન્કોવેક’ 26 જાન્યુઆરીથી લોકો માટે ઉપલબ્ધ થશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા ઇલાએ આ માહિતી આપી છે.

Join Our WhatsApp Community

 કેટલી હશે કિંમત?

મહત્વનું છે કે કેન્દ્રએ 23 ડિસેમ્બરે ભારત બાયોટેકની નેજલ વેક્સીન માર્કેટમાં લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાકની રસી બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શરૂઆતમાં, આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે અને તેની કિંમત પ્રતિ ડોઝ 800 રૂપિયા હશે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં તેની કિંમત પ્રતિ ડોઝ 325 રૂપિયા હશે. તેને ભારત સરકારના કોવિડ રસીકરણ અભિયાનમાં પણ સામેલ કરવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો: અમેરીકન રાષ્ટ્રપતિ જો બિડેનની મુસીબત વધી, ન્યાય વિભાગે રાષ્ટ્રપ્રમુખના ઘરે જ પાડ્યાં દરોડા..

 ભારતની પ્રથમ નેજલ રસી

આ ભારતની પ્રથમ નેજલ રસી છે, જેને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે, તેની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં 14 સ્થળોએ તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેમાં 3100 લોકોએ ભાગ લીધો હતો.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version