Bharat Gaurav Train: ભારત ગૌરવ ટ્રેન દક્ષિણ દર્શન યાત્રા

Bharat Gaurav Train: પ્રવાસ તારીખ: ૨૦.૦૧.૨૦૨૪ થી ૩૦.૦૧.૨૦૨૪ (૧૦ રાત્રિ / ૧૧ દિવસ) દર્શન સ્થળ :- કાંચીપુરમ - કન્યાકુમારી - ત્રિવેન્દ્રમ - રામેશ્વરમ- મદુરાઈ - તિરુપતિ

Bharat Gaurav Train Bharat Gaurav Train Dakshin Darshan Yatra

News Continuous Bureau | Mumbai 

Bharat Gaurav Train: ભારત ગૌરવ ટ્રેન(WZBGI13) 

Join Our WhatsApp Community

દક્ષિણ દર્શન યાત્રા ( Dakshin Darshan Yatra ) 

પ્રવાસ તારીખ: ૨૦.૦૧.૨૦૨૪ થી ૩૦.૦૧.૨૦૨૪ (૧૦ રાત્રિ / ૧૧ દિવસ)

દર્શન સ્થળ :- કાંચીપુરમ – કન્યાકુમારી – ત્રિવેન્દ્રમ – રામેશ્વરમ- મદુરાઈ – તિરુપતિ

વ્યક્તિ દીઠ ( સેવાવેરા સહિત)

 

કેટેગરી ક્લાસ પેકેજ ખર્ચ
ઈકોનોમી ક્લાસ – (સ્લીપર) સ્લીપર નોન-એસી ૨૨,૦૦૦/-
કમ્ફર્ટ ક્લાસ -3AC થર્ડ એસી ૩૫,૫૦૦/-
સુપિરિયર ક્લાસ- 2AC સેકન્ડ એસી ૪૯,૫૦૦/- 

પ્રવાસ માર્ગદર્શિકા                            TOUR CODE: WZBGI13                        LTC માન્ય

 

તારીખ સ્થળો વિગતો/મુલાકાત
૨૦.૦૧.૨૪ બોર્ડિંગ પ્રસ્થાન રાજકોટ – સુરેન્દ્રનગર- વિરમગામ – સાબરમતી- નડિયાદ- આણંદ- વડોદરા- સુરત- વાપી. (રાજકોટ સ્ટેશનથી સવારે ઉપડશે , બોર્ડિંગ, દિવસ અને રાત્રી ટ્રેનની મુસાફરી)
૨૧.૦૧.૨૪ બોર્ડિંગ વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર  (આખો દિવસ અને રાત્રી ટ્રેનની મુસાફરી)
૨૨.૦૧.૨૪ કાંચીપુરમ કાંચીપુરમ રેલ્વે સ્ટેશન પર આગમન. ફ્રેશ-અપ માટે આવાસ સ્થાનો પર રોડ ટ્રાન્સફર દ્વારા અને શિવ કાંચી અને વિષ્ણુ કાંચી મંદિરની મુલાકાત સાંજે કન્યાકુમારી તરફ પ્રસ્થાન.
૨૩.૦૧.૨૪ (કન્યાકુમારી) નાગરકોઇલ /કન્યાકુમારી રેલ્વે સ્ટેશન પર આગમન. ફ્રેશ-અપ માટે આવાસ સ્થાનો પર રોડ ટ્રાન્સફર દ્વારા. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક સ્મારક, કન્યાકુમારી મંદિર, સનસેટ અને સનરાઇઝ પોઇન્ટ, ગાંધી મંડપમ અને કન્યાકુમારી બીચ પર જાતે મુલાકાત લો. (કન્યાકુમારી માં રાત્રી રોકાણ)
૨૪.૦૧.૨૪ થિરુવનંથપુરમ નાસ્તો કર્યા પછી, નાગરકોઇલ જં./કન્યાકુમારી રેલ્વે સ્ટેશનથી તિરુવનંતપુરમ / કોચુવેલી રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન. સડક માર્ગે શ્રી પદ્મનાભસ્વામી મંદિરની મુલાકાત લેવા આગળ વધો, દર્શન પછી કોવલમ બીચની મુલાકાત લો. મોડી રાત્રે મદુરાઈ માટે પ્રસ્થાન.
૨૫.૦૧.૨૪ રામેશ્વરમ/ મદુરાઈ મદુરાઈ/ કુડાલ નગર રેલ્વે સ્ટેશન પર આગમન, રામેશ્વરમ સુધી રોડ ટ્રાન્સફર દ્વારા અને રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત. (રામેશ્વરમ ખાતે રાત્રિ રોકાણ)
૨૬.૦૧.૨૪ મદુરાઈ સવારે નાસ્તા બાદ, રોડ ટ્રાન્સફર દ્વારા રામેશ્વર થી મદુરાઈ તરફ પ્રયાણ , સાંજે મદુરાઈ માં આગમન ત્યારબાદ મીનાક્ષી મંદિર દર્શન. અને મોડી-રાત્રિ રેનિગુંટા રેલ્વે સ્ટેશન માટે પ્રસ્થાન.
૨૭.૦૧.૨૪ રેણીગુંટા

(તિરૂપતિ)

રેણીગુંટા રેલ્વે સ્ટેશન આગમન બાદ બસ દ્વારા તિરૂપતિ માં સ્થાનાંતર, તિરૂપતિ બાલાજી દર્શન. (જે પ્રવાસીને તિરૂપતિ સ્પે.દર્શન પાસ લેવો હોય તેઓએ ઓન લાઇન સ્વખર્ચે જાતે લેવાનો રહેશે) (તિરુપતિ માં રાત્રી રોકાણ).
૨૮.૦૧.૨૪ રેણીગુંટા

(તિરૂપતિ)

સવારે નાસ્તા બાદ, પદ્માવતી મંદિર ના દર્શન, મોડી સાંજે રાજકોટ માટે પ્રસ્થાન.
૨૯.૦૧.૨૪ ડિબોર્ડિંગ પોઈન્ટ સોલાપુર, પુણે, કલ્યાણ, વસઈ રોડ ટ્રેનમાંથી ઉતરવું.
૩૦.૦૧.૨૪ ડિબોર્ડિંગ પોઈન્ટ વાપી, સુરત – વડોદરા-આણંદ-નડિયાદ – સાબરમતી – વિરમગામ – સુરેન્દ્રનગર- રાજકોટ. ટ્રેનમાંથી ઉતરવું.

 

આ સમાચાર પણ વાંચો : Link Road: રસ્તા બના નહીં કે આ ગયે લુટેરે: ગોરેગાંવ મુલુંડ લીંક રોડ ની કિંમત પાછી વધી.

નોંધ: – હોલ્ટ સ્ટેશનો ( Halt stations ) પર આગમન/પ્રસ્થાનનો સમય કામચલાઉ છે, અને તે રેલ્વેની ( railways ) મંજૂરીને આધીન છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.

Bharat Gaurav Train Bharat Gaurav Train Dakshin Darshan Yatra

Bharat Gaurav Train Bharat Gaurav Train Dakshin Darshan Yatra

 

મહત્વપૂર્ણ નોંધ: મંદિરમાં દર્શન માટે ફરજિયાત ડ્રેસ કોડ

*પુરુષો: ધોતી (સફેદ) અને શર્ટ અથવા કુર્તા અને પાયજામા.

*મહિલાઓ: સાડી અથવા સલવાર કમીઝ (પલ્લુ ફરજિયાત સાથે).

*તમામ યાત્રાળુઓને ( pilgrims ) વિનંતી કરવામાં આવે છે કે તેઓ ટી-શર્ટ, જીન્સ વગેરે જેવા કપડાં પહેરે નહીં કારણ કે તે કોઈપણ વય જૂથને ધ્યાનમાં લીધા વિના સખત પ્રતિબંધિત છે.

ઓનલાઈન બુકિંગ કરતી વખતે ખાતરી કરો કે દાખલ કરેલ નામ પેસેન્જરના આધાર કાર્ડ મુજબ હોવું જોઈએ.

પેકેજ સમાવેશ: ઓન-બોર્ડ અને ઓફ-બોર્ડ શાકાહારી ભોજન બ્રેકફાસ્ટ, ચા/કોફી, લંચ અને ડિનર પીરસવામાં આવશે * પ્રવાસી દીઠ દરરોજ બે રેલનીર / રેલવે એપ્રુવ્ડ પાણીની બોટલ * ટ્રેનમાં ઘોષણાઓ અને માહિતી માટે ટૂર એસ્કોર્ટ અને દરેક કોચમાં સુરક્ષા સ્ટાફ(હથિયાર વિના) * મુસાફરો માટે મુસાફરી વીમો.

ઈકોનોમી ક્લાસ:- નોન-એસી સ્લીપર ટ્રેન મુસાફરી * બે અને ત્રણ વ્યક્તિ વચ્ચે નોન એસી બજેટ હોટેલ્સ રૂમમાં રોકાણ * નોન એસી હોટેલ રૂમમાં મલ્ટી શેરીંગ પર વોશ અને ચેન્જ (એક રૂમમાં મહત્તમ 5 વ્યક્તિ) * પરિવહન અને જોવાલાયક સ્થળો માટે 3X2 નોન-એસી બસ

કમ્ફર્ટ ક્લાસ :- 3AC સ્લીપર ટ્રેન મુસાફરી * બે અને ત્રણ વ્યક્તિ વચ્ચે એસી બજેટ હોટેલ્સ રૂમમાં રોકાણ * નોન એસી બજેટ હોટેલ રૂમમાં બે અને ત્રણ વ્યક્તિ શેરિંગ બેસીસ પર વોશ અને ચેન્જ * પરિવહન અને જોવાલાયક સ્થળો માટે 3X2 એસી બસ

સુપિરિયર ક્લાસ :- 2AC સ્લીપર ટ્રેન મુસાફરી * બે અને ત્રણ વ્યક્તિ વચ્ચે 3 સ્ટાર હોટેલ સ્ટાન્ડર્ડ સાથે મેળ ખાતા સુપિરિયર હોટેલ્સમાં એસી રૂમ એસી બજેટ હોટેલ્સ રૂમમાં રોકાણ (સુપિરિયર ક્લાસ માટે ઑફ-બોર્ડ ભોજન તેમની સંબંધિત હોટેલ્સ / રેસ્ટોરન્ટ્સમાં રહેશે) * પરિવહન અને જોવાલાયક સ્થળો માટે 3X2 એસી બસ.

પેકેજમાં શામેલ નથી: સ્મારકો માટે પ્રવેશ ફી, ટૂર ગાઇડની સેવા, કૅમેરો ચાર્જ, ટિપ્સ, સર્વિસ ટેક્ષ માં ઓચિંતા થયેલ વધારો.

ખાસ સૂચનાઓ:

મુસાફરી કરતી વખતે તમામ મુસાફરે બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા અને આઈડી પ્રુફ આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ સાથે રાખવું. સ્લીપર ક્લાસ ના યાત્રી એ પોતાની પથારી (ઓશીકું, ચાદર) સાથે રાખવું. રોજીંદી દવાઓ , ટોર્ચ, છત્રી , સામાન ને સાચવવા તાળુ અને ચેઇન , કપડાં સુકવવા માટે નાયલોનનું દોરડું અને પાણીનો જગ રાખવો. કોઈપણ મૂંઝવણને અવગણવા માટે બુકિંગ/મુસાફરી પહેલાં આઈઆરસીટીસીના પ્રવાસ વિશે સંપૂર્ણ સંક્ષિપ્ત વાત કરવી જોઈએ. ટૂર એસ્કોર્ટ્સ દ્વારા સૂચવવામાં આવેલા રિપોર્ટિંગ સમયનું પાલન તમામ મુસાફરોએ કરવાનું રહેશે. રિપોર્ટિંગમાં વિલંબ અને તેના પરિણામો આઇઆરસીટીસીની જવાબદારી રહેશે નહીં./ કોઈપણ પ્રકારની કુદરતી આફતો/ હડતાલ/ ટ્રેનમાં વિલંબ/મંદિર ના ટ્રસ્ટ/ મેનેજમેન્ટ ના નિયમ, પ્રોગ્રામ, પ્રવેશ ટિકિટ અને દર્શનની લાઈન ના કારણે દર્શન ના થવા માટે IRCTC જવાબદાર નથી જે પ્રવાસના સમયગાળા દરમિયાન નિયંત્રણની બહાર હોય.. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું સંચાલન લઘુત્તમ બુક થયેલ મુસાફરોની સંખ્યાને આધીન છે. ઉપરોક્ત પ્રોગ્રામ હંગામી છે રેલ્વે તરફથી મેળવેલ વાસ્તવિક ટ્રેન ઑર્ડર / સમયના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે. (રેલ્વે ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાઇનલ ટાઇમિંગ મુસાફરી શરૂ થવાના એક દિવસ પહેલા જાણ કરવામાં આવે છે.) આઇઆરસીટીસીને અનિવાર્ય સંજોગોમાં પ્રવાસને રદ/ફેરફાર કરવાનો અધિકાર છે.

કેન્સલેશન પોલીસી:

(1) પ્રસ્થાન તારીખ ને છોડીને 15 દિવસ પહેલા સુધી રૂl.૨૫0 / – વ્યક્તિ દીઠ

(2) 8 થી 14 દિવસ સુધી (પ્રસ્થાનની તારીખને બાદ કરતાં) પેકેજના 25% વ્યક્તિ દીઠ

(3) 4 થી 7 દિવસ સુધી (પ્રસ્થાનની તારીખને બાદ કરતાં) પેકેજના 50% વ્યક્તિ દીઠ

(4) 4 દિવસથી ઓછા પેકેજ ખર્ચના 100%

આ સમાચાર પણ વાંચો : PM Modi : અમેરિકામાં પન્નુની હત્યાના કાવતરા પર PM મોદીએ તોડ્યું મૌન, કહ્યું- પુરાવા મળશે તો..

બુકિંગ માટે સંપર્ક કરો

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિ.

(Govt. of India Undertaking – Mini Ratna)

આઈઆરસીટીસી પ્રાદેશિક કચેરી: પાંચમો માળે, 502 પેલિકન બિલ્ડિંગ,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આશ્રમ રોડ,અમદાવાદ.380009

વડોદરા રેલ્વે સ્ટેશન /રાજકોટ રેલ્વે સ્ટેશન/ સુરત રેલ્વે સ્ટેશન

Email us: roadi@irctc.com

WhatsApp: 9653661717

Call/SMS

9321901849, 9321901851, 9321901852,

8287931656, 8287931627, 8287931728

Telephone: 079-26582675, 079-49190037

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version